Surat: સુરતમાં મોડી રાત્રે કોમી છમકલું, પાકિસ્તાન મેચ હારતાં વિધર્મીઓએ એક હિન્દુ યુવાનને ધીબી નાંખ્યો, ને પછી....
અહીં કેટલાક વિધર્મી યુવકોને આ ના ગમતા તેમને હિન્દુ યુવક પર હુમલો કરી દીધો હતો.
Surat: એશિયા કપમાં ગઇરાત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ, જેમાં ભારતીયી ટીમનો શાનદાર 228 રનથી વિજય થયો હતો, દેશભરમાં ભારતના વિજયનો લોકોએ જોરદાર રીતે ઉજવ્યો હતો. પરંતુ ગુજરાતમાં સુરતમાં મેચ જીતની ઉજવણી દરમિયાન એક મોટી દૂર્ઘટના ઘટી હતી. અહીં કેટલાક વિધર્મી યુવકોને આ ના ગમતા તેમને હિન્દુ યુવક પર હુમલો કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, સુરતમાં ગઇ મોડી રાત્રે ભારતની જીતની ઉજવણી દરમિયાન બબાલની ઘટના ઘટી હતી. સુરતના સૈયદપૂરા માર્કેટ પાસે ગઇ મોડી રાતે કોમી છમકલું થયું, ખરેખરમાં જ્યારે ભારત મેચ જીતી ગયુ તે સમયે લોકો ફટાકડા ફોડીને જશ્ન મનાવી રહ્યાં હતા, ત્યારે કેટલાક લોકોએ ફટાકડા ફોડવા મામલે વિરોધ કર્યો હતો, જે પછી શહેરના સૈયદપૂરા માર્કેટ પાસે કેટલાક વિધર્મી યુવકોએ ભેગા મળીને એક હિન્દુ યુવકને માર માર્યો હતો. વિધર્મીઓએ હિન્દુ યુવક સુમિત વાઢેલ પર આ મામલે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં હુમલો કરનારાઓ વિધર્મી યુવકો હોવાનું બહાર આવ્યું હતુ, જેમાં એક વકીલ પણ સામેલ છે. આ ઘટના બાદ લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી હતી.
એશિયા કપમાં ત્રીજી વાર ટકરાઇ શકે છે ભારત-પાકિસ્તાન
એશિયા કપ 2023માં સુપર-4નો રોમાંચ હવે બમણો થઈ ગયો છે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હતી. પરંતુ બીજી વખત સુપર-4માં બંન્ને ટીમો સામ સામે ટકરાઇ હતી જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. વન-ડે ઈતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ મેચ સાથે જ સુપર-4ના પોઈન્ટ ટેબલમાં રોમાંચ વધી ગઇ છે. પરંતુ તેની સાથે જ ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં ક્રિકેટ ચાહકો હવે આ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ત્રીજી શાનદાર મેચ પણ જોઈ શકશે. બંને ટીમો વચ્ચે આ ટક્કર ટૂર્નામેન્ટની ફાઈનલમાં થઈ શકે છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે.
પાકિસ્તાન સામે ભારતની સૌથી મોટી જીત
ભારતીય ટીમ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે સુપર-4માં પોતાની બીજી મેચ રમવાની છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લેશે. જો આમ થશે તો સુપર-4માં પાકિસ્તાને તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવવું પડશે. જો પાકિસ્તાન મેચ જીતશે તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર નિશ્ચિત થઈ જશે.
સુપર-4નું વર્તમાન પોઈન્ટ ટેબલ
ભારત - 1 મેચ - 2 પોઈન્ટ, 4.560 નેટ રનરેટ
શ્રીલંકા - 1 મેચ - 2 પોઈન્ટ, 0.420 નેટ રનરેટ
પાકિસ્તાન - 2 મેચ - 2 પોઈન્ટ, -1.892 નેટ રનરેટ
બાંગ્લાદેશ - 2 મેચ - 0 પોઈન્ટ, -0.749 નેટ રનરેટ
ભારતીય ટીમે હજુ વધુ 2 મેચ રમવાની છે
પાકિસ્તાનને હરાવ્યા બાદ હવે ભારતીય ટીમે સુપર-4 રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. આ રાઉન્ડમાં ટીમને બીજી મેચ આજે (12 સપ્ટેમ્બર) શ્રીલંકા સામે રમાવાની છે. આ પછી ત્રીજી મેચ બાંગ્લાદેશ (15 સપ્ટેમ્બર) સામે રમાશે. જ્યારે પાકિસ્તાનની છેલ્લી મેચ 14 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે છે.