(Source: ECI/ABP News/ABP Majha)
યોગીના મંત્રીનો દાવોઃ ...તો ઓવૈસી જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે....
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વિશે ચોકાવનારું નિવેદન આપ્યું છે. ચૌધરીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર ફરી વખત સત્તામાં આવશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.
ચૌધરીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે અખિલેશ યાદવે હનુમાન મંદિરોમાં જઈને પૂજા કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જનોઈ પહેરવાનું અને પોતાનું ગોત્ર કહેવાનું ચાલુ કરી દીધું છે ને યોગી જીતશે તો એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે.
રાજ્ય વિધાન પરિષદના સભ્ય ચૌધરીએ રવિવારે શામલી ખાતે આયોજિત એક સભામાં ચૌધરીએ કહ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ખભે જનોઈ પહેરીને ભગવાન રામના નામનો જાપ શરૂ કરી દેશે. પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમને કેમ
ચૌધરીએ કહ્યું કે, અમારી વિચારધારાનો પ્રભાવ એવો છે કે પોતાનો એજન્ડા છોડી દીધો છે અને અમારી નકલ કરવાનું શરૂ કરી દીધું છે. જે લોકો મુસ્લિમોના તૃષ્ટિકરણમાં ડૂબેલા હતા, ફક્ત લઘુમતી અંગે બોલતા હતા, ભગવાન રામના અસ્તિત્વનો સ્વીકાર નહોતો કર્યો અને કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને રામને કાલ્પનિક ગણાવ્યા હતા એવા લોકોએ જનોઈ પહેરવાનું અને મંદિરોમાં જવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો
PM Svanidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ વર્ગો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત સરકાર ગરીબો, ખેડૂતો, મહિલાઓ સહિત તમામ વર્ગોને આર્થિક મદદ કરી રહી છે, તો આજે અમે તમને આવી જ યોજના વિશે જણાવીશું. કેન્દ્ર સરકાર, જેના હેઠળ તમે સરકાર પાસેથી સંપૂર્ણ રૂ. 10,000 મેળવી શકો છો. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ-
તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે, જેના હેઠળ સરકાર સ્ટ્રીટ વેન્ડર્સને 10,000 રૂપિયાની સંપૂર્ણ લોન આપી રહી છે અને આ લોન લેવા માટે કોઈ ગેરંટી જરૂરી નથી. આ સિવાય જો તમે આ લોન સમયસર ચૂકવો છો તો તમને સબસિડીનો લાભ પણ મળે છે.
યોજનાનો લાભ કોણ લઈ શકે છે?