શોધખોળ કરો

Vadodara: યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે માણ્યુ શરીર સુખ, લગ્ન વિના બાળકીને જન્મ આપતા ભાંડો ફૂટ્યો

Vadodara: વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી કુંવારી યુવતીએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો

Vadodara: વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી કુંવારી યુવતીએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના મકરપુરા વિસ્તારમાં રહેલી એક યુવતી સાથે સલમાન અરમાન પઠાણ નામના યુવકે મિત્રતા કેળવી હતી અને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ વારંવાર દુષ્કર્મ આચરતા યુવતી પ્રેગનન્ટ થઇ હતી અને તેણે સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી સલમાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી વર્ષ 2020માં તેના ઘરથી નજીક રહેતા સલમાન અરમાન પઠાણ નામના યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં તેમની મિત્રતા પ્રેમમા પરિણમી હતી. યુવક છેલ્લા એક વર્ષથી યુવતીની મરજીના વિરુદ્ધમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. યુવતીની એકલતાનો લાભ લઇને યુવકે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો યુવતી વિરોધ કરે તો સલમાન મારી નાખવાની પણ ધમકી આપતો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જોકે ગઇકાલે યુવતીએ શહેરની સયાજી હોસ્પિટલ ખાતે એક બાળકીને જન્મ આપતા ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકે પીડિતાએ આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સલમાન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ મહિનાની શરૂઆતમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં કિંગ સ્પાના સંચાલકે નોકરી કરવા આવતી મહિલા સાથે જ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ મહિલાએ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવતા પોલીસે  સ્પાના માલિક તથા બે મેનેજરની ધરપકડ કરી હતી.          

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં કિંગ સ્પા નામના સ્પામાં મહિલા નોકરી માટે જોડાઈ હતી.  જોકે કિંગ સ્પાના માલિક પૃથ્વીસિંહ રાણાએ મહિલા સાથે સ્પામાં જ બળાત્કાર કર્યો હતો. અન્ય બે મેનેજરો મિત પરમાર અને વિજય સોલંકીએ સ્પાના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જેને લઇને મહિલા કોઈ મદદ મેળવી શકી ન હતી.  જે બાદ સયાજીગંજ પોલીસમાં તેણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સ્પા સંચાલક પૃથ્વી સિંહ રાણા અને બે મેનેજર મીત પરમાર અને વિજય સોલંકીની ધરપકડ કરી હતી.        

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ

Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ

Stock Market : ભારતમાં 50%  ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ

PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે  લોન્ચિંગ

વિડિઓઝ

Gujarat Rains Forecast : ત્રણ દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી: હવામાન વિભાગની આગાહી
Vadodara news: વડોદરાના પાદરામાં ભાજપ-કોંગ્રેસના બે નેતા આમને-સામને
Mansukh Vasava: 'ચૈતર વિરૂદ્ધ બે નેતા સિવાય અન્ય નેતાઓ મૌન': ભાજપના આદિવાસી નેતા પર મનસુખ વસાવાના વાકબાણ
Kutch news: ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે હવે સાધુ-સંતો લડી લેવાના મૂડમાં
Rescue in Sabarkantha: ખેડબ્રહ્માના દેરોલમાં હરણાવ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં મેઘમહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસ્યો વરસાદ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Ahmedabad News: સાબરમતીના રૌદ્ર સ્વરૂપ, 19 જિલ્લાના 133 ગામોને કરાયા એલર્ટ, જાણો અપડેટ
Stock Market : ભારતમાં 50%  ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
Stock Market : ભારતમાં 50% ટેરિફ લાગૂ થતાં પહેલા જ શેરબજાર ધડામ,600 અંકથી વધુ તૂટ્યો સેંસેકસ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે  લોન્ચિંગ
PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, Maruti E Vitaraનું આજે લોન્ચિંગ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, એલર્ટ જાહેર

' ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતા મે અટકાવ્યું, યુદ્ધમાં સાત જેટ તોડી પડાયા હતા', ટ્રમ્પનો દાવો

PM Modi: PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની કરશે શરૂઆત

'એક બોર્ડ લગાવો – અહીં સ્વદેશી વસ્તુઓ વેચાય છે', ટ્રમ્પના ટેરિફ સામે અમદાવાદથી પીએમ મોદીએ મોટો મેસેજ આપ્યો

Embed widget