શોધખોળ કરો

Vadodara: વડોદરામાં વધુ બે યુવાનો હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા, બન્નેના મોત

રાજ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે

Vadodara Heart Attack: રાજ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે, હાલમાં વડોદરામાંથી વધુ બે યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યાના સમાચાર સામે આવ્યા છે. ખાસ વાત છે કે, આ સાથે જ છેલ્લા 15 દિવસતી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 11 સુધી પહોંચી ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાંથી વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત થયા છે. છેલ્લા 15 દિવસમાં હાર્ટ એટેકથી કુલ 11 લોકોના મોત થયાના સમાચાર છે. આજે સવારે વડોદરાના વાઘોડિયા રૉડ અને તે વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે, વાઘોડિયા રૉડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી, ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

હાર્ટ અટેકથી બચવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ 

દેશમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ વધુ ગયું છે.  શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધારે રહે છે.  સિઝન શરૂ થઈ ગઈ છે અને તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો છે. ઠંડા હવામાનમાં હૃદયરોગનો ખતરો વધી જાય છે. શિયાળાની ઋતુમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ અનેકગણું વધી જાય છે. ઠંડીના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત  થઈને જામી  જાય છે અને નસોમાં જમા થાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધુ સાવધ રહેવાની જરૂર છે. આવા દર્દીઓ આ સિઝનમાં 7 બાબતોનું ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરો

જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં.

ધૂમ્રપાનથી દૂર રહો

કસરતને રૂટીનમાં સામેલ કરો

દિવસમાં માત્ર 30 મિનિટ જ વર્કઆઉટ કરો. કોઈપણ પ્રકારની હાર્ડકોર કસરત ટાળો. મોર્નિંગ વોક અથવા સીડી ચડવા જેવી કસરતો સારી સાબિત થઈ શકે છે. સાયકલિંગ, જોગિંગ જેવી એરોબિક કસરતો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો

લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.

બ્લડ ટેસ્ટ જરૂર કરાવો

તમારું શરીર હવે કયા સ્તરે કામ કરી રહ્યું છે? તેમાં કોઈ સમસ્યા નથી. તે જાણવા માટે  ડોક્ટરની સલાહ પર શુગર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલની તપાસ કરાવો. જો કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો ડોક્ટરની સલાહ લો.

વહેલા ઉઠવાનું ટાળો

જો તમને હ્રદય રોગ છે અથવા સ્ટ્રોક જેવા જોખમોનો સામનો કરવો પડ્યો છે, તો શિયાળાની ઋતુમાં સવારે વહેલા ઉઠવાની જરૂર નથી. જ્યારે તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે જ પથારી છોડો. અન્યથા લોહી જાડું થઈ શકે છે અને પરિભ્રમણમાં સમસ્યા થઈ શકે છે.

સ્નાન કરતી વખતે આ ભૂલ ન કરો

શિયાળાની ઋતુમાં સ્નાન કરતી વખતે, તમે ગરમ પાણીથી જ સ્નાન કરો પરંતુ માથા પર પાણી ક્યારેય રેડશો નહીં. સૌપ્રથમ પગ, પીઠ કે ગરદન પર પાણી રેડવું અને પછી માથા પર પાણી રેડીને સ્નાન કરવું. આ સિવાય સ્નાન કર્યા પછી તરત જ બાથરૂમમાંથી બહાર ન આવવું. બરાબર શરીરને લૂછીને  સંપૂર્ણ કપડાં પહેરીને જ બહાર આવો, જેથી ઠંડી ઓછી અનુભવાય 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
મરાઠી વિરુદ્ધ ગુજરાતી: રાઉતના નિવેદનથી ગુજરાતમાં ખળભળાટ, કહ્યું - રાષ્ટ્રભાષા હિન્દી, પણ ખતરો ગુજરાતીથી!
મરાઠી વિરુદ્ધ ગુજરાતી: રાઉતના નિવેદનથી ગુજરાતમાં ખળભળાટ, કહ્યું - રાષ્ટ્રભાષા હિન્દી, પણ ખતરો ગુજરાતીથી!
લાખોના પગાર વગર પણ કરોડપતિ બની શકાય! વિજય કેડિયાની આ વાત ગાંઠે બાંધી લો, જુઓ Video
લાખોના પગાર વગર પણ કરોડપતિ બની શકાય! વિજય કેડિયાની આ વાત ગાંઠે બાંધી લો, જુઓ Video
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજીની RTI?Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રગીતના બહાને રાજકારણ કેમ?Tapi News | તાપી કલેક્ટરે જાહેર કરેલા પરિપત્ર અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી રાકેશ ગામીની પ્રતિક્રિયાSanjay Raut Statement:  ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને લઈ સંજય રાઉતનો બફાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
MI vs CSK 2025: રોહિત-સૂર્યાએ CSKના બોલરોને ધોઈ નાંખ્યા, મુંબઈ ૯ વિકેટે જીત્યું, હેટ્રિક નોંધાવી
જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો
મરાઠી વિરુદ્ધ ગુજરાતી: રાઉતના નિવેદનથી ગુજરાતમાં ખળભળાટ, કહ્યું - રાષ્ટ્રભાષા હિન્દી, પણ ખતરો ગુજરાતીથી!
મરાઠી વિરુદ્ધ ગુજરાતી: રાઉતના નિવેદનથી ગુજરાતમાં ખળભળાટ, કહ્યું - રાષ્ટ્રભાષા હિન્દી, પણ ખતરો ગુજરાતીથી!
લાખોના પગાર વગર પણ કરોડપતિ બની શકાય! વિજય કેડિયાની આ વાત ગાંઠે બાંધી લો, જુઓ Video
લાખોના પગાર વગર પણ કરોડપતિ બની શકાય! વિજય કેડિયાની આ વાત ગાંઠે બાંધી લો, જુઓ Video
Exclusive: રાજ અને ઉદ્ધવ સાથે આવવા પર ભાજપના નિતેશ રાણેનો ધડાકો, કહ્યું- 'બંને સાથે આવે તો પણ....'
Exclusive: રાજ અને ઉદ્ધવ સાથે આવવા પર ભાજપના નિતેશ રાણેનો ધડાકો, કહ્યું- 'બંને સાથે આવે તો પણ....'
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી સાથે આવશે તો ભાજપ અને કોંગ્રેસ બન્ને.....
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે ફરી સાથે આવશે તો ભાજપ અને કોંગ્રેસ બન્ને.....
5G-6G છોડો.... ચીને 10G સ્ટાન્ડર્ડ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું, ડાઉનલોડ સ્પીડ ૯૮૦૦ Mbpsને પાર
5G-6G છોડો.... ચીને 10G સ્ટાન્ડર્ડ હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું, ડાઉનલોડ સ્પીડ ૯૮૦૦ Mbpsને પાર
ભૂસ્તર અને ખનીજ વિભાગમાં બઢતી-બદલીની ગંજીપો ચીપાયોઃ 25ની બઢતી તો 33 ક્લાર્કની આંતરિક બદલી, જુઓ યાદી
ભૂસ્તર અને ખનીજ વિભાગમાં બઢતી-બદલીની ગંજીપો ચીપાયોઃ 25ની બઢતી તો 33 ક્લાર્કની આંતરિક બદલી, જુઓ યાદી
Embed widget