Putin Murder Plot: અમેરિકાના પૂર્વ પત્રકાર ટકર કાર્લસનનો સનસનીખેજ દાવો, બાઇડેન તંત્રએ પુતિનના મર્ડરનું રચ્યુ હતુ કાવતરું
Putin Murder Plot: આ દાવાએ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, આ દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી
![Putin Murder Plot: અમેરિકાના પૂર્વ પત્રકાર ટકર કાર્લસનનો સનસનીખેજ દાવો, બાઇડેન તંત્રએ પુતિનના મર્ડરનું રચ્યુ હતુ કાવતરું donald trump aide former journalist tucker carlson makes sensational claim says joe biden administration tried to kill russian president vladimir putin Putin Murder Plot: અમેરિકાના પૂર્વ પત્રકાર ટકર કાર્લસનનો સનસનીખેજ દાવો, બાઇડેન તંત્રએ પુતિનના મર્ડરનું રચ્યુ હતુ કાવતરું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/4f6d7b1815a4da5392fed32d4f5b0f94173814583446177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Putin Murder Plot: ભૂતપૂર્વ ફૉક્સ ન્યૂઝ એન્કર અને અગ્રણી રૂઢિચુસ્ત ટકર કાર્લસને તેમના પૉડકાસ્ટ "ધ ટકર કાર્લસન શૉ" દરમિયાન એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે જો બાઇડેન વહીવટીતંત્રે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અસાધારણ નિવેદનથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચી ગઈ છે. ટકર કાર્લસને આ આરોપ અમેરિકન લેખક અને પત્રકાર મેટ તૈબી સાથે વાત કરતી વખતે લગાવ્યો હતો. કાર્લસને કહ્યું, "બાઇડેન વહીવટીતંત્રે પુતિનના મર્ડરનો પ્લાન ઘડ્યો હતો. તે એક મુર્ખામીભર્યુ કામ હતું." તેમણે ટોની બ્લિંકન (ભૂતપૂર્વ યુએસ વિદેશ સચિવ) નું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે તેઓ પણ આ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. તેઓ ખરેખર યુદ્ધ શરૂ કર્યું છે. ટકરના મતે, બાઇડેન વહીવટીતંત્ર અરાજકતા દ્વારા પોતાના ઉદ્દેશ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
આ દાવાએ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, આ દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા નથી અને ન તો બાઇડેન વહીવટીતંત્ર કે અન્ય કોઈ સત્તાવાર સ્ત્રોતે તેના પર પ્રતિક્રિયા આપી છે. ટકર કાર્લસનના આ આરોપ બાદ બાઇડેન વહીવટીતંત્ર સામે એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દાવાથી વૈશ્વિક રાજકારણમાં અમેરિકા-રશિયા સંબંધો પર કેવી અસર પડશે તે પણ જોવામાં આવી રહ્યું છે.
શું છે ટકર કાર્લસનનો ઇતિહાસ ?
ટકર કાર્લસન લાંબા સમયથી રૂઢિચુસ્ત રાજકારણનો એક અગ્રણી ચહેરો રહ્યા છે, અને તેમના ઘણા વિવાદાસ્પદ નિવેદનો અને આરોપો પહેલા પણ હેડલાઇન્સમાં ચમક્યા છે. તેમને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે અને ફૉક્સ ન્યૂઝ છોડ્યા પછી પણ, તેઓ વિવિધ પ્લેટફોર્મ પર અમેરિકન રાજકારણ પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
🇺🇸🇷🇺 Tucker Carlson said that the Biden administration tried to kill Vladimir Putin
— Маrina Wolf (@volkova_ma57183) January 28, 2025
The goal is to start World War III and sow chaos. Carlson said this during an interview with journalist Matt Taibbi. pic.twitter.com/k7STerZxFg
રશિયાએ આપી પ્રતિક્રિયા
કાર્લસનના દાવા બાદ રશિયન પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા વ્લાદિમીર પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. પેસ્કોવે વધુમાં જણાવ્યું હતું કે રશિયાની વિશેષ સેવાઓ સતર્ક છે અને રાષ્ટ્રપતિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પગલાં અમલમાં મૂકે છે.
યૂક્રેન પર તેમની સ્થિતિ
યૂક્રેન અંગે ટકર કાર્લસન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ. તેઓ ઘણીવાર અમેરિકન રાજકીય સ્થાપના સાથે વિરોધાભાસી હોય છે. યૂક્રેનને જુલમી ગણાવતા તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા યૂક્રેનને આપવામાં આવી રહેલી લશ્કરી સહાય પર પુનર્વિચાર કરવો જોઈએ. તેમના વલણની યૂક્રેન તરફી દેશો અને નેતાઓ તરફથી આકરી ટીકા થઈ છે.
આ પણ વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-ચીનનું નામ લઇને આપી ધમકી, કહ્યું- 'જે અમને નુકસાન પહોંચાડશે તેને...'
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)