શોધખોળ કરો

Pakistan Inflation: કંગાળ પાકિસ્તાને તોડ્યા મોંઘવારીના તમામ રેકોર્ડ, 46.65 ટકા પર પહોંચ્યો ફૂગાવો

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે શુક્રવારે કહ્યું કે, વધતી ખાદ્ય કિંમતોના કારણે મોંઘવારી દર (Inflation Increased in Pakistan)માં આટલો વધારો થયો છે.

Pakistan Inflation: કંગાળ પાકિસ્તાનની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ ચૂકી છે. આ દેશમાં લોકોને નાની વસ્તુઓ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડી રહ્યાં છે. 22 માર્ચે સમાપ્ત થયેલા અઠવાડિયા દરમિયાન પાકિસ્તાનની શૉર્ટ ટર્મ વાર્ષિક મોંઘવારી દર (Pakistan Inflation) 46.65 ટકા વધ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર છે જ્યારે દેશમાં આટલી મોંઘવારી વધી ગઇ છે.  

પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે શુક્રવારે કહ્યું કે, વધતી ખાદ્ય કિંમતોના કારણે મોંઘવારી દર (Inflation Increased in Pakistan)માં આટલો વધારો થયો છે. વળી, સપ્તાહ દરમિયાન મોંઘવારી દરમાં 1.80 ટકાનો વધારો થયો છે, ગયા અઠવાડિયા દરમિયાન શૉર્ટ ટર્મ વાર્ષિક મોંઘવારી દર 45.64 ટકા પર હતો. 

26 વસ્તુઓની કિંમત વધી  - 
ગયા અઠવાડિયા દરમિયાન પાકિસ્તાનમાં 26 વસ્તુઓમાં વધારો થયો છે, જ્યારે 12 વસ્તુઓની કિંમતમાં ઘટાડો આવ્યો છે, જ્યારે 13 વસ્તુઓની કિંમતમાં કોઇ ફેરફાર નથી થયો, ટામેટાની કિંમત 71.77 ટકા, ઘઉંના લોટની કિંમત 42.32 ટકા, બટાટા 11.47 ટકા, કેળાની કિંમત 11.07 ટકા, બ્રાન્ડેડ ચાની કિંમત 7.34 ટકા, ખાંડની કિંમત 2.70 ટકા, દાળની કિંમત 1.57 ટકા અને ગોળની કિંમત 1.03 ટકા સુધી વધી છે. 

આ વસ્તુઓની કિંમતમાં ઘટાડો - 
જે વસ્તુઓની કિંમતોમાં ઘટાડો આવ્યો છે, તેમાં ચિકન માસની કિંમત 8.14%, મરચુ પાઉડર 2.31%, એલપીજી 1.31%, સરસોનું તેલ 1.19%, લસણ 1.19%, ખાવાનુ તેલ 0.21%, દાળ સામેલ છે. મગમાં 0.17%, દાળ મસૂરમાં 0.15% અને ઇંડામાં 0.03% નો વધારો થયો છે. 

સૌથી વધુ કિંમત વધનારી વસ્તુઓ   -
વર્ષ દરમિયાન ડુંગળીની કિંમતમાં સૌથી વધુ 228.28 ટકાનો વધારો થયો છે, આ પછી સિગારેટની કિંમત 165.88 ટકાનો વધારો થયો છે, ઘઉંનો લોટ 120.66 ટકા, ગેસ કિંમત પહેલી ત્રિમાસિકમાં 108.38 ટકા અને ડીઝલ 102.84 ટકા વધ્યો છે. દળેલુ મરચુ 9.56 ટકાનો સૌથી મોટો ઘટાડો છે. 

Pakistan: 'ઇમરાન ખાન આતંકીઓનો આકા, PTI આંતકી સંગઠન, ગુફાઓમાં બેસીને આપે છે ઓર્ડર' - મરિયમ નવાઝ

Maryam Nawaz Sharif Over Imran Khan: પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML-N)ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝ શરીફે (Maryam Nawaz Sharif) શુક્રવારે (17 માર્ચે) ગઠબંધન સરકારમાંથી પીટીઆઇને આંતકવાદી સંગઠન માનવાનુ આહવાન કર્યુ છે. તેમને કહ્યું કે, જે રીતે સરકાર એક પ્રતિબંધિત સંગઠનથી નિપટે છે, ઇમરાન ખાનને પણ તે જ રીતે નિપટાવાવો જોઇએ.

મરિયમ નવાઝ શરીફે આગળ કહ્યું- આપણે પાકિસ્તાન તહરીક ઇન્સાફ (PTI) ને રાજનીતિક પક્ષ તરીકે તેની સાથે વ્યવહારને ખતમ કરવાની જરૂર છે. 

ઇમરાન ખાનની તમામ રણનીતિ ફેઇલ  -
લાહોરમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન મરિયમ નવાઝ શરીફે કહ્યું કે, PTI ના અધ્યક્ષ ઇમરાન ખાન હવે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે, કેમ કે તેમની તમામ રણનીતિ ફેઇલ થઇ ગઇ છે, સરકારે તેની સાથે એવી જ રીતે વર્તાવ કરવો જોઇએ જેવો આતંકવાદી સંગઠન સાથે કરવો જોઇએ. પીએમએલ-એનની વરિષ્ઠ ઉપાધ્યના પૂર્વ પ્રધાન મંત્રી પર ખુલ્લી રીતે રાજ્ય વિરુદ્ધ વિદ્રોહ કરવાનો આરોપ લગાવ્યો છે. 

PML-N નેતાની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઇમરાન ખાન તોશખાના મામલામાં ધરપકડનો વિરોધ કરી રહ્યાં છે, અને સેંકડો સમર્થકોથી ઘેરાયેલો પાતાના જમાન પાર્ક આવાસની અંદર છુપાઇને બેઠા છે. જેમને પોલીસ અને રેન્જરો સાથે લડાઇ લડી છે. મરિયમ નવાઝ કહ્યું કે વિદેશી ફન્ડિંગ મામલા બાદ મને આમાં કોઇ સંદેહ નથી કે તેમને (ઇમરાનને) પાકિસ્તાનમાં નાગરિક અશાંતિ અને અરાજકતા ફેલાવવા માટે જવાબદાર છે.

આતંકવાદી સંગઠન તરીકે વર્તન કરી રહ્યાં છે - 

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝ શરીફે કહ્યું કે - આતંકવાદી ત્યારે શું કરે છે જ્યારે તે આંતકવાદને અંજામ આપવાની યોજના બનાવી રહ્યાં હોય છે ? તેઓ ગુફાઓમાં છુપાઇ જાય છે અને ત્યાંથી જ ઓર્ડર આપે છે. રાજનીતિક અને લોકતાંત્રિક આંદોલનોમાં આપણે હંમેશા જોયુ છે કે રાજનીતિક નેતા કે પાર્ટી પ્રમુખ સામેથી નેતૃત્વ કરે છે. તે સૌથી આગળ અને લોકો તેમની પાછળ પાછળ નીકળે છે. માત્ર એક આતંકવાદી સંગઠનોને જ એક ગુફામાંથી છુપાઇને આદેશ આપવામાં આવે છે, અને ઇમરાન ખાન આવુ જ કરી રહ્યાં છે. જમાન પાર્કમાં એવુ જ થઇ રહ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Godhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Mahakumbh 2025: શું મહાકુંભ મેળા માટે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકાશે? ભારતીય રેલવેએ આપ્યો જવાબ
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Embed widget