PM MODIની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો
PMGKY : આ યોજના હેઠળ દેશના આર્થિક રીતે ગરીબ પરિવારોને દર મહિને 5 કિલો ઘઉં, 5 કિલો ચોખા, કઠોળ, મીઠું અને સરસવનું તેલ આપવામાં આવે છે.
IMFએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે કોરોના દરમિયાન ભારતમાં ગરીબી વધી શકે એમ હતી છે, પરંતુ PM નરેન્દ્ર મોદીની સરકારની PMGKY એટલે કે PM ગરીબ કલ્યાણ યોજનાએ દેશમાં ગરીબી પર અંકુશ લાવવામાં ઘણી મદદ કરી છે. છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને કારણે ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચી ગઈ છે અને લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, IMFએ તેના એક અહેવાલમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ યોજના હેઠળ ભારતમાં છેલ્લા બે વર્ષથી 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ દુનિયાના ઘણા દેશો ગરીબીથી પીડિત છે, જ્યારે ભારતમાં મોદીની આ નવીન યોજનાથી ગરીબોને ભૂખથી બચાવવામાં આવ્યા હતા. યોજનાની મદદથી વધતી જતી ગરીબી પણ દૂર થઈ છે. PMGKY યોજના 26 માર્ચ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, આ યોજના આ વર્ષના સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
આ યોજના ગરીબોને લાભ આપી રહી છે
આ યોજના હેઠળ દેશના આર્થિક રીતે ગરીબ પરિવારોને દર મહિને 5 કિલો ઘઉં, 5 કિલો ચોખા, કઠોળ, મીઠું અને સરસવનું તેલ આપવામાં આવે છે. જ્યારે, આ વસ્તુઓ ઉપરાંત સરકાર વધુ ગરીબ પરિવારોને એક કિલો ખાંડ આપી રહી છે.
IMFના રિપોર્ટમાંથી બહાર આવ્યું છે કે વર્ષ 2019 સુધી ભારતમાં અત્યંત ગરીબીનું સ્તર 1 ટકાથી ઓછું હતું. જે કોવિડની લહેર દરમિયાન પણ જાળવી રાખવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ ગરીબીને કાબૂમાં લેવામાં ખૂબ જ વિશેષ ભૂમિકા ભજવી છે. આ સાથે આ યોજનાએ કોરોનાના કારણે આર્થિક દબાણ અને ગરીબોને મોટો ઝટકો લાગતા અટકાવવામાં પણ મદદ કરી.