શોધખોળ કરો
Join Indian Navy: 12 પાસ માટે ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની તક, 69,100 રૂપિયા સુધી મળશે પગાર
SSR Medical Assistant Recruitment 2024: ધોરણ 12 પાસ યુવાનો માટે ભારતીય નૌકાદળમાં જોડાઈને દેશની સેવા કરવાની સારી તક છે. ભારતીય નૌકાદળે નાવિક SSR (મેડિકલ આસિસ્ટન્ટ) ભરતી 2024 માટે અરજીઓ આમંત્રિત કરી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Indian Navy SSR Medical Assistant Recruitment 2024: ધોરણ 12 પાસ યુવાનો માટે ભારતીય નૌકાદળમાં જોડાઈને દેશની સેવા કરવાની સારી તક છે. ભારતીય નૌકાદળે નાવિક SSR (મેડિકલ આસિસ્ટન્ટ) ભરતી 2024 માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળની અધિકૃત વેબસાઇટ, joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક ઉમેદવારો 17 સપ્ટેમ્બર 2024 સુધી અરજી ફોર્મ ભરી શકે છે.
2/6

ભારતીય નૌકાદળ દ્વારા બહાર પાડવામાં આવેલ SSR મેડિકલ આસિસ્ટન્ટ ભરતી 2024ની સૂચના અનુસાર, SSR મેડિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ નવેમ્બર 2024 બેચની પણ ભરતી કરાશે. આ ભરતી પરીક્ષા ઓક્ટોબરમાં લેવામાં આવશે. પસંદ કરેલ પાત્ર ઉમેદવારોની ટ્રેનિંગ નવેમ્બર 2024થી શરૂ થશે.
Published at : 09 Sep 2024 11:50 AM (IST)
આગળ જુઓ





















