શોધખોળ કરો
Star Kids Talent: આ સ્ટાર કિડ્સ એક્ટિંગ સિવાય પણ ધરાવે છે આ કલા પ્રતિભા, રવિના ટંડનની દીકરી રાશા આ કિડસ સ્ટાર સાથે કરશે ડેબ્યુ
બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ પણ હવે ફિલ્મોમાં જોવા મળે છે. તેમાંથી ઘણા અભિનયની સાથે સાથે અન્ય પ્રતિભાઓમાં પણ નિપુણતા ધરાવે છે. ચાલો જાણીએ આ યાદીમાં કોણ કોણ સામેલ છે.

ટેલેન્ટેડ સ્ટાર કિડ્સ
1/7

Star Kids Talent: બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ પણ હવે ફિલ્મોમાં જોવા મળે છે. તેમાંથી ઘણા અભિનયની સાથે સાથે અન્ય પ્રતિભાઓમાં પણ નિપુણતા ધરાવે છે. ચાલો જાણીએ આ યાદીમાં કોણ કોણ સામેલ છે.
2/7

સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ ફિલ્મ તડપમાં પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવી દીધા હતા. આ સિવાય તેને ફોટોગ્રાફ્સ લેવાનો પણ શોખ છે અને તે ખૂબ જ સારો ફોટોગ્રાફર પણ છે.
3/7

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા પણ ટેલેન્ટની બાબતમાં કોઈથી કમ નથી. તેમનું હિન્દી ખૂબ સારૂં છે અને તેમને સામાજિક વિષયોનું જ્ઞાન છે.
4/7

સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈને ઘણી ચર્ચામાં હતી. અતરંગી રે હોય કે કેદારનાથ હોય કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ જરા હટકે ઝરા બચકે, સારાએ પોતાની અભિનય કુશળતા સાબિત કરી દીધી છે. પણ સાથે સાથે તેઓ એક સારી શાયર પણ છે.
5/7

શ્રીદેવીની પુત્રી અને અભિનેત્રી જ્હાન્વી કપૂર ઘણી ફિલ્મો કરી ચૂકી છે. એક્ટિંગ સિવાય જાહ્નવી એક સારી ડાન્સર પણ છે.
6/7

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તે અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ અભિનય સિવાય રાશા સિંગિંગમાં પણ ઘણું સારૂં કરે છે. હાલમાં જ તેણે પોતાનો એક સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો..
7/7

આર માધવનના પુત્ર વેદાંત માધવનને સ્વિમિંગનો હુન્નર ધરાવે છે. તેણે મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
Published at : 24 Jun 2023 09:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
