શોધખોળ કરો
Fighter: દુનિયાભરમાં 'ફાઇટર'ની ધમાલ, પાંચ દિવસમાં 225 કરોડને પાર પહોંચી કમાણી, જાણો ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન
ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઇટર' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/8

Fighter Worldwide Collection: ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ 'ફાઈટર' માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. ચાલો જાણીએ ફિલ્મનું વર્લ્ડ વાઇડ કલેક્શન.
2/8

ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઇટર' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દેશભક્તિની લાગણી જગાવતી આ ફિલ્મને દેશ અને દુનિયાના દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
3/8

ફિલ્મની જબરદસ્ત એરિયલ એક્શન અને દીપિકા અને ઋત્વિકની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી સહિત સહાયક કલાકારોની મજબૂત અભિનય દર્શકોના દિલ જીતી રહી છે અને આ સાથે ફિલ્મ વિશ્વભરમાં મોટી કમાણી કરી રહી છે.
4/8

'ફાઇટર'ના વર્લ્ડવાઇડ કલેક્શન વિશે વાત કરતાં, ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણીના આંકડા શેર કર્યા છે. એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 'ફાઇટર' એ પહેલા દિવસે વિશ્વભરમાં 36.04 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
5/8

ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન બીજા દિવસે 64.57 કરોડ, ત્રીજા દિવસે 56.19 કરોડ અને ચોથા દિવસે 52.74 કરોડ હતું.
6/8

જ્યારે 'ફાઇટર'એ પાંચમા દિવસે વિશ્વભરમાં 16.33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે પાંચ દિવસમાં 'ફાઇટર'ની કુલ વિશ્વભરમાં કમાણી 225.87 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
7/8

વળી, સ્થાનિક બજારમાં ફાઈટરના કલેક્શનની વાત કરીએ તો, સેકનિલ્કના અહેવાલ મુજબ આ ફિલ્મે તેની રિલીઝના પાંચ દિવસમાં દેશમાં 126.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે,
8/8

250 કરોડના બજેટમાં બનેલી ફાઈટરનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સિવાય અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
Published at : 30 Jan 2024 01:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
