શોધખોળ કરો
Omega Food: ઓમેગા-3ની ઉણપથી થાય છે આ મુશ્કેલી, પૂર્તિ માટે આ ફૂડને ડાયટમાં કરો સામેલ

Natural food with omega 3 fetty acid benefits of omega 3 good for healthy heart
1/7

Omega-3 In Natural Food: ઓમેગા-3 ફેટી એસિડ હૃદયને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જરૂરી છે. ઓમેગા તમારા મગજને સ્વસ્થ બનાવે છે. જાણીએ કયાં ખોરાકથી સમૃદ્ધ ઓમેગા -3 મળશે.
2/7

હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે ઓમેગા-3 ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે. ઓમેગા એક એવું પોષક તત્વ છે, જે શરીરને ઘણા ફાયદાઓ લાવે છે. ઓમેગા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. ઓમેગા-3 શરીરને અનેક ગંભીર રોગોના જોખમથી દૂર રાખે છે. તે આપણા શરીરને એનર્જી અને સારી કેલરી આપે છે. ઓમેગાના સેવનથી હૃદય મજબૂત થાય છે, ફેફસાંની ક્ષમતા વધે છે, સોજો ઓછો થાય છે અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તમારે આહારમાં ઓમેગા-3 સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
3/7

સોયાબીન-સોયાબીન- સોયાબીન ઓમેગા-3 અને ઓમેગા-6 બંનેથી ભરપૂર હોય છે. સોયાબીનમાં પ્રોટીન, ફોલેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ, ફાઈબર અને વિટામિન્સ હોય છે.
4/7

અખરોટ-અખરોટ મેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તમે આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. અખરોટમાં કોપર, વિટામીન E અને મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે.
5/7

અખરોટ-અખરોટ મેગા-3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તમે આહારમાં અખરોટનો સમાવેશ કરી શકો છો. અખરોટમાં કોપર, વિટામીન E અને મેગ્નેશિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો હોય છે.
6/7

લીલા શાકભાજી-લીલા શાકભાજી શાકાહારીઓ માટે ઓમેગા 3 ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તમે ખોરાકમાં પાલક અને લીલોતરીનો સમાવેશ કરી શકો છો. આ શાકભાજીમાં આલ્ફા-લિનોલેનિક એસિડ હોય છે. આ સિવાય ફૂલકોબીમાં ઓમેગા-3 એસિડ પણ હોય છે.
7/7

ઈંડા- ઓમેગા-3 એસિડ માટે તમારે ઈંડાનો આહારને ડાયટમાં સમાવેશ કરવો જ જોઈએ. ઈંડામાં પ્રોટીન, વિટામિન અને ઓમેગા 3 એસિડ હોય છે.
Published at : 13 May 2022 02:14 PM (IST)
આગળ જુઓ
Advertisement