શોધખોળ કરો
Photos: અદાણી-અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સંતાનોને સોંપી ચુક્યા છે કારોબાર, જુઓ લિસ્ટ
ભારતના ઘણા અબજોપતિઓએ તેમના પુત્રના નામ પર પોતાનો મોટો બિઝનેસ સોંપી દીધો છે અને તેમાંથી કેટલાક બિઝનેસ સારી રીતે ચલાવી રહ્યા છે.
ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની ફાઈલ તસવીર
1/7

દેશના અનેક ઉદ્યોગપતિઓએ પોતાના વ્યવસાયની જવાબદારી પોતાના સંતાનોના હાથમાં સોંપી દીધી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીથી લઈને ગૌતમ અદાણીનો સમાવેશ થાય છે.
2/7

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ ત્રણ પુત્રોને કંપનીના બોર્ડમાં સામેલ કરીને મોટી જવાબદારી સોંપી છે. આકાશ અંબાણી રિલાયન્સ જિયોના ચેરમેન અને સ્ટ્રેટેજી હેડ પણ છે.
3/7

ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલ બિઝનેસની જવાબદારી મળી છે. અનંત અંબાણીને સોલર એનર્જીના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા છે.
4/7

અનિલ અંબાણીએ બિઝનેસની કમાન પણ તેમના પુત્રોના હાથમાં સોંપી છે, જેમાં જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. અનમોલ રિલાયન્સ કેપિટલની જવાબદારી સંભાળી રહ્યો છે. અંશુલને રિલાયન્સ ઇન્ફ્રાની જવાબદારી સોંપવામાં આવી છે.
5/7

ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીને અદાણી પોર્ટની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત સિમેન્ટ બિઝનેસની જવાબદારી પણ આપવામાં આવી છે. ગૌતમ અદાણી પોતે બાકીનો બિઝનેસ સંભાળે છે.
6/7

iઅઝીમ પ્રેમજી વર્ષ 2019 સુધી વિપ્રો ચલાવતા હતા, પરંતુ હવે તેમણે આ બિઝનેસ તેમના પુત્રને આપી દીધો છે. તેમના પુત્રનું નામ રિષદ પ્રેમજી છે.
7/7

તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
Published at : 26 Jun 2023 10:22 AM (IST)
આગળ જુઓ
Advertisement