શોધખોળ કરો
Income Tax: રિટર્ન ભરતા પહેલા જાણી લો આ ઉપાય, ખર્ચો કરશો તો પણ બચી જશે ઇન્કમ ટેક્સ
હજુ કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ ભરવાની બે વ્યવસ્થા ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમ લાગુ છે.

પ્રતિકાત્મક તસવીર
1/8

Tax Saving Guide: ઇન્કમ ટેક્સ અંતર્ગત છૂટછાટ તથા કાપમાં કેટલીય જોગવાઇઓ કરવામાં આવી છે. આ અંતર્ગત માત્ર રોકાણ, જ નહીં પરંતુ ખર્ચના અવેજમાં પણ ઇન્કમ ટેક્સ બચાવી શકાય છે.
2/8

નવુ નાણાંકીય વર્ષ શરૂ થઇ ચૂક્યુ છે અને આની સાથે જ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સિઝન પણ જોર પકડવાની છે. ટેક્સપેયર્સ આની સાથે જ આગામી વર્ષે ટેક્સ પ્લાનિંગમાં જોડાઇ ગયા છે. આવામાં અમે તમને ટેક્સ બચાવવાના કેટલાક શાનદાર ઉપાય બતાવવા જઇ રહ્યાં છીએ.
3/8

હજુ કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ ભરવાની બે વ્યવસ્થા ન્યૂ ટેક્સ રિજીમ અને ઓલ્ડ ટેક્સ રિજીમ લાગુ છે. જો તમે ઇન્કમ ટેક્સ બચાવવા માટે જુદાજુદા ઉપાયોનો ફાયદો ઉઠાવવા માંગો છો, તો તમારા માટે ઓલ્ડ ટેક્સ રિજીમ ફાયદાનો સૌદો છે. જુની કર વ્યવસ્થા અંતર્ગત તમે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની છૂટછાટ તથા કાપનો લાભ ઉઠાવીને પોતાની દેણદારી ઓછી કરી શકો છો.
4/8

એચઆરએઃ જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો તમે દાવો કરી શકો છો. તમે આવકવેરાના નિયમો અનુસાર ઘરના ભાડાની બરાબર કપાતનો દાવો કરી શકો છો. આ તમારી કરપાત્ર આવકમાં ઘટાડો કરે છે, અને અંતે કર જવાબદારી પણ ઘટાડે છે. દરેક પગારદાર વ્યક્તિના પગારમાં HRA નામનું એક કમ્પૉનન્ટ હોય છે.
5/8

હૉમ લૉનનું વ્યાજઃ જો તમે લૉન લઈને ઘર ખરીદ્યું હોય તો તેના વ્યાજના બદલે ટેક્સ બચાવી શકાય છે. તેના બદલામાં કરદાતા 2 લાખ સુધીની કપાતનો દાવો કરી શકે છે. એટલે કે તમે તમારી કરપાત્ર આવક 2 લાખ સુધી ઘટાડી શકો છો.
6/8

હૉમ લૉનની મૂળ રકમઃ માત્ર વ્યાજ જ નહીં પરંતુ હૉમ લૉનની મૂળ રકમ પણ ટેક્સ બચાવવામાં મદદ કરે છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, કરદાતા હૉમ લૉનની મૂળ રકમ પર 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે.
7/8

ઘર માટે ભરવામાં આવેલી રજિસ્ટ્રેશન ફીઃ જો તમે તમારું ઘર ખરીદો છો, તો તે ઘણી રીતે ફાયદાકારક છે. સૌથી પહેલા તમારી પાસે તમારુ ઘર આવી જાય છે. આ સાથે તમે ઘણી રીતે ટેક્સ બચાવી શકો છો. ઘરની નોંધણીમાં ચૂકવવામાં આવેલી ફીનો પણ 80C હેઠળ દાવો કરી શકાય છે.
8/8

ઇલેક્ટ્રિક વાહન માટે લૉનઃ જો તમે લૉન લઈને ઇલેક્ટ્રિક વાહન ખરીદો છો, તો સૌથી પહેલા તમને સરકારી સબસિડીનો લાભ મળે છે. આ ઉપરાંત તમે લૉન સામે 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો પણ કરી શકો છો. જો કે, 31 માર્ચ, 2023 પછી આ છૂટછાટ ખતમ થઇ ગઇ છે.
Published at : 23 Apr 2023 03:21 PM (IST)
આગળ જુઓ
Advertisement