શોધખોળ કરો
India Floods: ઉત્તર ભારતમાં બારમેઘ ખાંગા, જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત, જળમગ્ન તસવીર રજૂ કરે છે પરિસ્થિતિનો ચિતાર
ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ આફતરૂપ બન્યો છે.

ઉત્તર ભારતમાં ભારે વરસાદે મુશ્કેલી વઘારી
1/8

India Floods 2023: ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ આફતરૂપ બન્યો છે.G
2/8

યમુના નદીમાં વહેણને કારણે રાજધાની દિલ્હીના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. જો કે હવે સ્થિતિ પહેલા કરતા સારી થઈ ગઈ છે. નદીની આસપાસના વિસ્તારોમાં રહેતા સેંકડો લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
3/8

આ સંજોગો વચ્ચે હવે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 66 ટકા લોકો ભારે પૂરની ઘટનાઓનો સામનો કરે છે પરંતુ માત્ર 33 ટકા લોકોને અગાઉથી જ ચેતવણી આપી શકાય છે.
4/8

વાસ્તવમાં, અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) દેશમાં દરેક જગ્યાએ સ્થાપિત નથી. આવી સ્થિતિમાં, એલર્ટ ફક્ત તે જ સ્થાનો પર જાહેર કરી શકાય છે જ્યાં આ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. 72% પૂરગ્રસ્ત જિલ્લાઓ સંપર્કમાં છે પરંતુ તેમાંથી માત્ર 25%માં જ પૂરની આગાહી કેન્દ્રો અથવા પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ છે.
5/8

એકંદરે કેટલાક જિલ્લામાં અર્લિ વોર્નિગ સિસ્ટમ ન હોવાથી સચોટ માહિતી સમયસર નથી મળતી
6/8

આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ એવા રાજ્યો છે જ્યાં ઉચ્ચ જોખમ હોવા છતાં EWS ને કારણે અગમચેતીના પગલા લેવાથી આફતનો સામનો સારી રીતે કરી શકે છે.
7/8

જ્યારે, તમિલનાડુ, હિમાચલ, કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યો EWS ની ઉપલબ્ધતા ન હોવાને કારણે કુદરતી આફતનો માર વધુ સહન કરે છે
8/8

ભારતમાં લગભગ 97.51 મિલિયન લોકો ભારે પૂરના કારણે પરેશાન રહે છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને કારણે નુકસાનનો અંદાજ છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યોમાં EWS ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે.
Published at : 16 Jul 2023 07:01 AM (IST)
આગળ જુઓ
Advertisement