શોધખોળ કરો
CWG 2022: કોમનવેલ્થમાં ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર કરાયા એનાયત, જુઓ તસવીરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થમાં વિવિધ રમતોમાં મેડલ્સ પ્રાપ્ત કરી ગુજરાતનું વિશ્વમાં ગૌરવ વધારનારા ખેલાડીઓને ગાંધીનગરમાં કુલ 80 લાખ રૂપિયાના ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

કોમનવેલ્થમાં ગુજરાતનું નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્માન
1/7

રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં આ વિજેતા ખેલાડીઓના સન્માનનો ગૌરવશાળી સમારોહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
2/7

કોમનવેલ્થ ગેઇમ્સ-2022માં ટેબલ ટેનિસ રમતમાં ટિમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ વિનર ગુજરાતના ખેલાડી હરમિત દેસાઇને રૂ. ૩પ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કર્યો હતો.
3/7

પેરા ટેબલ ટેનિસમાં સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત ભાવિના પટેલને રૂ. 25 લાખ, બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલને રૂ. 10 લાખની પુરસ્કાર રાષિના ચેક અર્પણ કર્યા હતા.
4/7

કોમનવેલ્થ ગેઇમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ગુજરાતની બે પ્રતિભાવંત મહિલા ક્રિકેટર યાસ્મિકા ભાટિયા અને રાધા યાદવને પ્રત્યેકને પાંચ લાખ રૂપિયા ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે અર્પણ કર્યા હતા.
5/7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત ખેલાડીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ-કૂદ રમત-ગમત માટે જે નવતર કદમ ઉઠાવ્યા છે અને પ્રોત્સાહનો આપ્યા છે તેનાથી દેશભરના હરેક ખેલાડીનો ઉત્સાહ વધ્યો છે.
6/7

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૌરવ સહ જણાવ્યું કે, કોમનવેલ્થ ગેઇમ્સમાં આ વખતે ભારત ટોપ-5 માં સ્થાન પામ્યુ છે અને ગુજરાતના ખેલાડીઓએ પોતાના ઉજ્જવળ દેખાવ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે ભારતના વિજય વાવટા વિશ્વના ખેલાડીઓ સમક્ષ લહેરાવ્યા છે.
7/7

ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર પણ ખેલાડીઓને અદ્યતન તાલીમ, પ્રોત્સાહનો અને જરૂરી વ્યવસ્થાઓ પૂરી પાડી રાજ્યના ખેલાડીઓ વિશ્વસ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તે માટે તેમની પડખે ઊભી રહી છે.
Published at : 17 Aug 2022 02:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
