શોધખોળ કરો
In Photos: બનાસકાંઠાના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું, પાણી જામીને થઈ ગયો બરફ, જુઓ તસવીરો
Gujarat Weather: જસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

ઠંડીથી બરફ જામી ગયો
1/8

માઉન્ટ આબુ અને બનાસકાંઠા આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે પાણી પણ જામીને બરફ થઈ ગયો છે.
2/8

આ વિસ્તારોમાં તાપમાન માઈનસમાં પહોંચતાં ઠેર ઠેર છવાઈ બરફની ચાદર છવાઈ ગઈ છે.
3/8

માઉન્ટ આબુમાં માઈનસ છ ડિગ્રીએ તાપમાન પહોંચતા બરફ જામી ગયો છે..ઠંડીના કારણે પાણી અને ગાડીઓ પર જામી બરફની ચાદર છવાઈ ગઈ છે.
4/8

વધતી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં જનજીવન ખોરવાયું છે. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે.
5/8

મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે
6/8

અતિશય ઠંડા પવન અને અસહ્ય ઠંડીને લીધએ લોકો ઠુંઠાવાયા હતા. રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી હતી. અને બજારો પણ સુમસાન થઈ ગયા હતા.
7/8

કારના કાર પર પણ છવાઈ ગઈ બરફની ચાદર
8/8

ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ કાતિલ ઠંડી પડશે.
Published at : 05 Jan 2023 12:39 PM (IST)
આગળ જુઓ
Advertisement