શોધખોળ કરો
જૂનાગઢ જિલ્લાના પોલીસ વડાએ 38 પોલીસકર્મીને કેમ ફટકાર્યો 5000 હજાર રૂપિયાનો દંડ?
જૂનાગઢના પરબ ખાતે અષાઢી બીજના મેળાની બંદોબસ્ત ફાળવણી દરમિયાન ગેરહાજર રહેલા 38 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ફોટોઃ abp live
1/5

જૂનાગઢના પરબ ખાતે અષાઢી બીજના મેળાની બંદોબસ્ત ફાળવણી દરમિયાન ગેરહાજર રહેલા 38 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
2/5

બંદોબસ્ત ફાળવણી દરમિયાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મેહતાની બ્રિફિંગમાં પોલીસકર્મીઓ ગેર હાજર રહ્યા હતા.
3/5

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા દ્વારા ગેરહાજર રહેલા તમામ પોલીસ કર્મચારીઓને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
4/5

તે સિવાય એસપીએ 10 દિવસમાં ગેર હાજર રહેવા પાછળનું કારણ પણ જણાવવા કહ્યું હતું
5/5

મળતી જાણકારી અનુસાર, જે 38 કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા તેમાં પાંચ ASI, 23 કોન્સ્ટેબલ, 10 હેડ કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે. જૂનાગઢ બી ડિવિઝન,, જૂનાગઢ સી ડિવિઝન, માળીયા, બાટવા, ચોરવાડ, વંથલી, ટ્રાફિક શાખા જૂનાગઢ, કેશોદના કુલ મળી 38 પોલીસકર્મી ગેરહાજર રહ્યા હતા.
Published at : 07 Jul 2024 08:00 PM (IST)
આગળ જુઓ
Advertisement