શોધખોળ કરો
corona: સંક્રમણના આટલા દિવસ બાદ તેનું અસલી રૂપ દેખાડે છે વાયરસ, આ લક્ષણ દેખાય તો થઇ જવું સાવધાન

ફાઇલ
1/5

કોરોનાની મહામારીમાં હવે દિવસે દિવસે રિકવરી રેટ વધી રહ્યો છે. જે રાહતના સમાચાર છે પરંતુ કોરોનાના દર્દી જીવ ગુમાવી રહ્યાં છે તે પણ હકીકત છે આ સ્થિતિમાં કોવિડના દર્દીએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 14 દિવસની રિકવરીમાં 5થી 10 દિવસ સુધી વધુ ધ્યાન આપવું જરૂરૂ છે. આ સમય દરમિયાન નવા દેખાતા લક્ષણોને ઇગ્નોર ન કરવા
2/5

કોવિડના બધા જ પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી રહેતી. હળવા લક્ષણો દરમિયાન એટલે કે રિકવરીના 14 દિવસના મધ્યમાં ખાસ દર્દીએ તેમના લક્ષણોને લઇને સજાગ રહેવાની જરૂર છે.ખાસ કરીને 5થી 10 દિવસની અંદર સંક્રમણ તેની અસર બોડી પર બતાવે છે. કોરોનાના દર્દીની જંગ વાયરસ સાથે 6કે 7 દિવસે શરૂ થાય છે. 5થી 10 દિવસનો એ ગાળો છે, જ્યારે હાલત ગંભીર થઇ શકે છે.
3/5

આ સમય દરમિયાન અનેક ગંભીર લક્ષણો સામે આવી શકે છે. જેમકે દર્દીનું ઓક્સિજન સૈચુરેશન ડાઉન થઇ જવું, બેભાન થઇ જવું. શ્વાસ લેવાામં મુશ્કેલી થવી. શરીરનું તાપમાન અસહ્ય વધી જવું. દર્દીના રેસ્પિરેટરી સિસ્ટમમાં પણ સમસ્યા થઇ શકે છે. ઇન્ફેકશનના આ બીજી તબક્કામાં કેટલીક વખત દર્દીને હાઇપોક્સિયાની પરેશાનીનો પણ સામનો કરવો પડે છે. જેમાં કોઇ લક્ષણ વિના જ દર્દીનું ઓક્સિજન લેવલ ડાઉન થઇ જાય છે.
4/5

કોરોના સંક્રમણનું વધુ જોખમ મેદસ્વી, હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીશ અને લો ઇમ્યુનિટી ધરાવાત લોકોમાં જોવા મળે છે. આવા લોકોમાં સંક્રમણ ગંભીર સ્થિતિ પેદા કરી શકે છે. ફેફસામાં ઇન્ફેકશન થતું હોવાથી યુવા લોકોએ પણ સાવધાન રહેવાની જરૂર છે. આ સ્થિતિમાં ચેસ્ટ સ્કેન, એક્સ રે, બ્લડ રિપોર્ટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વાયરસના કારણે બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ જોવા મળી રહી છે.
5/5

કોરોના એક ખતરનાક વાયરસ છે. જે ક્યારેય પણ દર્દી માટે ખતરનાક સાબિત થઇ શકે છે.તેથી સમય રહેતા તેનો ઇલાજ કરવો જરીરૂ છે. હોમ આઇસોલેસન દરમિયાન પણ લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે અને કોઇ પણ સમસ્યા થાય તો ડોક્ટરની સલાહ લેવામાં વિલંબ ન કરો., ઇલાજ દરમિયાન ગંભીર સ્થિતિ થતાં સપ્લીમેન્ટરી ઓક્સિજન થેરેપી અને એકસપેરીમેન્ટલ ડ્રગની પણ જરૂર પડી શકે છે.
Published at : 14 May 2021 04:30 PM (IST)
આગળ જુઓ
Advertisement