શોધખોળ કરો
Top Five: આ છે દુનિયાના 5 સૌથી 'અનહેલ્ધી' દેશો, લોકો અહીં ઠેર ઠેર છે બિમાર ને જીવે છે આવી જિંદગી
top five unhealthiest countries, દુનિયામાં અનેક પ્રકારના દેશો છે, કેટલાક સારા છે તો કેટલાક એકદમ ખરાબ છે.

ફાઇલ તસવીર
1/8

top five unhealthiest countries, દુનિયામાં અનેક પ્રકારના દેશો છે, કેટલાક સારા છે તો કેટલાક એકદમ ખરાબ છે. કેટલાક વળી એવા પણ છે જ્યાં લોકો બિમારી વધુ પડે છે, અને બિમારી તેમના જીવનમાં ઘર કરી ગઇ હોય છે. અહીં અમે તમને એવા પાંચ બિમાર અને અનહેલ્થી દેશો બતાવી રહ્યાં છીએ. જાણો.....
2/8

'અનહેલ્ધી' શબ્દ આ દેશો માટે વાપરવામાં આવ્યો છે, આનુ એક કારણ છે અહીં વધુ પ્રદુષણ, ખરાબ આરોગ્ય વ્યવસ્થા, પીવાનુ ચોખ્ખુ પાણી ના મળવુ, બાળ અને શિશુ મૃત્યુદર, ગર્ભવતી મહિલાઓના મોત, જલદી મોત થઇ જવુ.. વગેરેના આધાર પર આ વાતનુ કેલેકુલેશન કરવામાં આવે છે કે તે દેશ 'અનહેલ્ધી' કે 'હેલ્ધી'....
3/8

આ રિપોર્ટ અમે યાહૂ ફાઇનાન્સ વેબસાઇટ પરથી લીધી છે. આમાં બતાવવામાં આવ્યુ છે કે, કઇ રીતે કોઇ દેશ અનહેલ્ધી કેટેગરીમાં આવે છે, કેમ કે ત્યાં લોકોની માનસિક સ્થિતિ, સ્વાસ્થ્ય સારુ નથી હતુ. મોટાપો વધુ હોય છે. દારુ લોકો વધારે પીતા હોય છે. સિગારેટો પણ વધારે પીતા હોય છે. સરકારો સ્વાસ્થ્ય અને લોકોની સારસંભાળ પર ખર્ચ નથી કરતી. આ કારણે જ લોકોનુ નાની ઉંમરે મોત થઇ જતુ હોય છે.
4/8

આ લિસ્ટમાં 5માં નંબર પર છે સ્લોવાકિયા - અહીં હાઇ બ્લડ પ્રેશર, હાઇ બ્લડ શુગર વાળા મોટા પ્રમાણમાં દર્દીઓ છે. આની સાથે જ સ્મૉકિંગ મોટી સંખ્યામાં લોકો કરે છે. સ્લોવાકિયામાં 2017 બાદ મોતોનુ આ સૌથી મોટુ કારણ છે. અહીં 15 વર્ષથી વધુની ઉંમરના લોકો ધુમ્રપાન કરવા લાગ્યા છે. કુલ જનસંખ્યામાં લગભગ 30 ટકા લોકો ધુમ્રપાન કરે છે, અને હેલ્થ સિસ્ટમ આની લચર છે.
5/8

હંગરી ચોથા દેશ છે - અહીંની 26.4 ટકા વસ્તી જરૂરિયાતથી વધુ જાડી છે. 2017 ના આંકડાઓ અનુસાર અહીં થનારા કુલ મોતમાં લગભગ 16 ટકા જાડાપણાનુ કારણ હોય છે. બીજુ સૌથી મોટુ મોતનુ કારણ અહીં બ્લડ પ્રેશર છે.
6/8

સ્લૉવાકિયાની જેમ, લિથુઆનિયા- અહીં લિથુઆનિયામાં લોકો પોતાના ખાવા પીવાની અને ધુમ્રપાનની આદતોથી અસ્વસ્થ છે. અહીંના 26.3% નિવાસી સામાન્યથી વધુ વજન ધરાવે છે. અહીં 15 વર્ષના થતા જ બાળકો દારુ પીવા લાગે છે. એવરેજ દરેક વ્યક્તિ વર્ષમાં 15 દારુ પી જાય છે. વધારે તમાકુ પણ ખાય છે.
7/8

ઇન્ડોનેશિયામાં પણ હેલ્થકેર ખરાબ છે, અહીં ઇન્ડોનેશિયામાં લોકો ઘણીવાર હેલ્થકેર સિસ્ટમ ખરાબ હોવાના કારણે બિમાર રહે છે અને મોત થઇ જાય છે. ઇન્ડોનેશિયાને સૌથી વધુ ધુમ્રપાન કરનારા દેશોમાં ટૉપ પર જગ્યા આપવામાં આવી છે.
8/8

નાઇઝિરિયા પણ અનહેલ્થી છે - નાઇઝિરિયામાં મૃત્યુદર વધુ છે, અહીં શીશુ મૃત્યુદર પણ વધુ છે. 2015-2017ની વચ્ચે 9.1 ટકા બાળકોના 5 વર્ષ થતા પહેલા જ મોત થઇ જાય છે. નાઇઝર અત્યારે પણ પાંચ સૌથી ઘાતક બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે. અહીં મલેરિયા, શ્વાસની બિમારી, બાળકોની બિમારી, મેનિન્ઝાઇટિસ અને તપેદિકના કારણે સૌથી વધુ લોકોના મોત થાય છે.
Published at : 12 Nov 2022 11:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
