શોધખોળ કરો
PHOTOS: વર્લ્ડકપની વચ્ચે ઇગ્લેન્ડનો મહાન ફૂટબોલર ગુજરાતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમ્યો
ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ મહાન ફૂટબોલર ડેવિડ બેકહમ ભારતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ જોવા ડેવિડ મુંબઈ પહોંચી ગયો છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ મહાન ફૂટબોલર ડેવિડ બેકહમ ભારતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ મેચ જોવા ડેવિડ મુંબઈ પહોંચી ગયો છે.
2/9

આ દરમિયાન તેણે ગુજરાતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ભૂતપૂર્વ અંગ્રેજ ફૂટબોલર ટેનિસ બોલથી બાળકો સાથે ક્રિકેટ રમ્યો હતો.વાસ્તવમાં ડેવિડ બેકહામ ગુજરાતમાં ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલી તસવીરમાં ડેવિડ બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા છે.
3/9

એક બાળક ડેવિડ સામે બોલિંગ કરતો જોવા મળે છે. નોંધનીય છે કે હાલમાં ડેવિડ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સેમિફાઈનલ જોવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હાજર છે.
4/9

ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની સેમિફાઈનલ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. બુધવારે (15 નવેમ્બર), બેકહમે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી હતી. બંને યુનિસેફ સાથે સંકળાયેલા છે.
5/9

બેકહમ સેમિફાઈનલ પહેલા મેદાન પર આવ્યો હતો. તે બંને ટીમના ખેલાડીઓને મળ્યો હતો. બેકહમને મળ્યા બાદ ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઘણા ખુશ દેખાતા હતા.સચિને બેકહમને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની મુલાકાત કરાવી હતી. વિરાટે બેકહમ સાથે હાથ મિલાવ્યા અને થોડીવાર તેની સાથે વાત કરી હતી.
6/9

ડેવિડ બેકહમે યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે ભારતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં બાળકો સાથે ક્રિકેટની રમતનો આનંદ માણ્યો હતો. ઇંગ્લિશ ફૂટબોલ લિજેન્ડે તેની ગુજરાત મુલાકાતની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે તે બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
7/9

ભૂતપૂર્વ માન્ચેસ્ટર યુનાઈટેડ અને રીઅલ મેડ્રિડ સ્ટાર હાલમાં MLS ક્લબ ઈન્ટર મિયામીના સહ-માલિક છે. તે મુંબઈમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિફાઈનલ મેચ જોવા સચિન તેંડુલકર સાથે પહોંચ્યો હતો.
8/9

તેણે ગુજરાત મુલાકાતની તસવીરો શેર કરતા લખ્યું હતું કે અહીં ગુજરાતમાં યુનિસેફ સાથે કેટલાક અવિશ્વસનીય ખાસ દિવસો વિતાવ્યા. બાળકો અને તેમના પરિવારોને મદદ કરવા માટે યુનિસેફ જે કામ કરી રહ્યું છે તે જોવું મારા માટે સૌભાગ્યની વાત છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 15 Nov 2023 03:34 PM (IST)
આગળ જુઓ
Advertisement