શોધખોળ કરો
ODI World Cup: વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની ખાસ સિદ્ધિ, દિગ્ગજ અઝહરુદ્દીન અને ધોનીને પણ પાછળ છોડ્યા
Rohit Sharma: રોહિત શર્મા ભારતીય કેપ્ટન તરીકે પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહ્યો છે. 36 વર્ષીય રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સિદ્ધિ મેળવી છે.

વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની ખાસ સિદ્ધિ
1/6

રોહિત શર્મા ICC ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ દ્વારા કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ મેળવી છે.
2/6

વાસ્તવમાં, રોહિત શર્મા ODI વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન બની ગયા છે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબર, રવિવારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમી રહી છે અને આ દિવસે રોહિત શર્મા 36 વર્ષ અને 161 દિવસનો થઈ ગયો છે.
3/6

જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન બીજા સ્થાને આવી ગયા છે. 1999ના ODI વર્લ્ડ કપમાં કેપ્ટનશીપ કરતી વખતે અઝહરુદ્દીન 36 વર્ષ અને 124 દિવસનો હતો.
4/6

આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું છે. 2007 ODI વર્લ્ડ કપની કેપ્ટનશીપ કરતી વખતે દ્રવિડ 34 વર્ષ 71 દિવસનો હતો.
5/6

ચોથા નંબર પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન શ્રીનિવાસ વેંકટરાઘવન છે, જેમણે 1979ના વર્લ્ડ કપમાં ભારતની કમાન સંભાળી હતી, જ્યારે શ્રીનિવાસ વેંકટરાઘવન 34 વર્ષ 56 દિવસના હતા.
6/6

ટોપ-5ની યાદીમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૌથી છેલ્લે આવે છે. 2015ના વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોની 33 વર્ષ 262 દિવસનો હતો.
Published at : 09 Oct 2023 06:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ધર્મ-જ્યોતિષ
ખેતીવાડી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
