શોધખોળ કરો
Virat Kohli's love life: અનુષ્કા શર્મા અગાઉ આ યુવતીઓ સાથે વિરાટ કોહલીના અફેરની રહી ચર્ચા
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની લવ લાઈફ પણ લગ્ન પહેલા ચર્ચામાં રહેતી હતી. અનુષ્કા શર્મા સાથેના લગ્ન પહેલા તેનું નામ અન્ય ઘણી યુવતીઓ સાથે જોડાયું હતું

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની લવ લાઈફ પણ લગ્ન પહેલા ચર્ચામાં રહેતી હતી. અનુષ્કા શર્મા સાથેના લગ્ન પહેલા તેનું નામ અન્ય ઘણી યુવતીઓ સાથે જોડાયું હતું
2/7

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શનની સાથે સાથે અફેરના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરતા પહેલા તેનું અન્ય સુંદર યુવતીઓ સાથે અફેર ચર્ચામાં હતું.
3/7

ભારતીય ફિલ્મ જગતની કેટલીક અભિનેત્રીઓ સાથે બ્રાઝિલની એક મોડલનું નામ પણ આ યાદીમાં સામેલ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બ્રાઝિલિયન મોડલ ઈઝાબેલીએ સ્વીકાર્યું હતું કે કોહલી સાથે તેના સંબંધો હતા.
4/7

વર્ષ 2014માં ઈસાબેલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વિરાટ અને તેણે લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, તે દરમિયાન તેમણે ક્યારેય આ સંબંધને જાહેર કર્યો ન હતો.
5/7

વર્ષ 2007માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર સારાહ જેન ડાઈસનું નામ પણ વિરાટ કોહલી સાથે જોડાઈ ચૂક્યું છે. જો કે બંનેએ પોતાના સંબંધોને બહુ સાર્વજનિક નથી કર્યા, પરંતુ સમાચારો અનુસાર, વ્યસ્ત શિડ્યુલને કારણે તેઓએ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું.
6/7

વિરાટ કોહલીનું નામ બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. વર્ષ 2012 ના અંતમાં બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા જોવા મળી હતી. જોકે, બંનેએ આ અંગે ક્યારેય ખુલીને વાત કરી નથી.
7/7

વિરાટ કોહલી કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજનાને એક પાર્ટીમાં મળ્યો હતો. વર્ષ 2009માં બંનેના સંબંધોને લઈને પણ ઘણા સમાચાર સામે આવ્યા હતા. જો કે સંજનાએ તે દરમિયાન કોહલી સાથેના તેના સંબંધોને નકારી કાઢ્યા હતા પરંતુ મિત્ર હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
Published at : 04 Aug 2023 10:09 AM (IST)
Tags :
Gujarati News Anushka Sharma Gujarat News Affair World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live VIRAT KOHLIઆગળ જુઓ
Advertisement