શોધખોળ કરો
IPL 2022 Final Photos: ગુજરાત ટાઇટન્સે ડેબ્યૂ સિઝનમાં રાજસ્થાનને હરાવી ઇતિહાસ રચ્યો

ફોટો ક્રેડિટ: iplt20.com
1/8

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને IPL 2022નું ટાઇટલ જીત્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
2/8

131 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ એક સમયે 23ના સ્કોર પર 2 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન હાર્દિક અને ગીલે 63 રનની ભાગીદારી કરી હતી. જોકે આ દરમિયાન હાર્દિક 34 રન બનાવીને આઉટ થયો હતો. (ફોટો ક્રેડિટ: iplt20.com)
3/8

તેના સિવાય ડેવિડ મિલરે પણ 19 બોલમાં 32 રનની ઇનિંગ રમીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. (ફોટો ક્રેડિટ: iplt20.com)
4/8

કેપ્ટન હાર્દિક પંડ્યા (3/17) અને રવિ શ્રીનિવાસન સાઈ કિશોર (2/20)ની ઘાતક બોલિંગની મદદથી ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ટાઇટલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં 130 રન પર રોકી દીધી હતી. (ફોટો ક્રેડિટ: iplt20.com)
5/8

રાજસ્થાન તરફથી આ મેચમાં જોસ બટલરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 39 રનની ઇનિંગ રમી હતી. (ફોટો ક્રેડિટ: iplt20.com)
6/8

ટીમ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 22 રનનું યોગદાન આપ્યું. (ફોટો ક્રેડિટ્સ: iplt20.com)
7/8

તે જ સમયે, આ મેચમાં ફર્ગ્યુસને IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. તેણે 157.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. (ફોટો ક્રેડિટ: iplt20.com)
8/8

આ સિવાય રાજસ્થાન રોયલ્સનો લેગ સ્પિનર ચહલ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે આ સિઝનમાં 27 વિકેટ લઈને પર્પલ કેપ હાંસલ કરી છે. (ફોટો ક્રેડિટ: iplt20.com)
Published at : 30 May 2022 06:38 AM (IST)
Tags :
IPL Rajasthan Royals IPL Score IPL Live Score Indian Premier League Ipl 2022 IPL Match Today Gujarat Titans IPL 2022 Final GT Vs RR Gujarat Titans Vs Rajasthan Royals GT Vs RR IPL 2022 Final IPL 2022 Final LIVE GT Vs RR Final IPL Final Live Updates GT Vs RR Live Score GT Vs RR IPL 2022 Live Updates GT VS RR Final Live Score GT Vs RR Full Scorecard GT IPL Team 2022 RR IPL Team 2022 GT Vs RR IPL Match Todayવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
