શોધખોળ કરો
હોકી વિશ્વકપનો પ્રારંભ: ધક-ધક ગર્લ માધુરીનો ડાન્સ જોઈ લોકો થયા આફરીન, જુઓ તસવીરો

1/15

2/15

3/15

4/15

5/15

6/15

7/15

ભુવનેશ્વરઃ ઓડિશાની યજમાનીમાં આયોજીત થઈ રહેલા હોકી વિશ્વકપનો મંગળવારે સત્તાવાર રીતે પ્રારંભ થયો છે. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર.રહેમાન, બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાના મનોરંજનથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.
8/15

ટીમના કેપ્ટન બાદ શાહરૂખ ખાન મંચ પર આવ્યા હતાં. કિંગ ખાને તમામ 16 ટીમોના કેપ્ટનોની હાજરીમાં પોતાની હિટ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’નો પ્રખ્યાત ડાયલોગ બોલ્યો હતો ‘આ 70 મિનિટ પોતાની જિંદગીની સાથે ખાસ પળ છે અને તમારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં.’ તેના આ ડાયલોગની સાથે સમારોહમાં હાજર દર્શકો ‘ચક દે ઈન્ડિયા’નો નારો લગાવવા લાગ્યા હતા.
9/15

10/15

સંગીતકાર રહેમાને પોતાના ગ્રુપની સાથે જગમગતી લાઈટો વચ્ચે જય હિંદ-હિંદ... જય ઈન્ડિયા સોંગ ગાઈને ઉદ્ઘાટન સમારોહની શરૂઆત કરી હતી. ત્યાર બાદ યજમાન ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના મંચ પર આવીને હોકી વિશ્વકપના ઉદ્ઘાટનની સત્તાવાર જાહેરાત કરી હતી.
11/15

12/15

13/15

વિશ્વ હોકી મહાસંઘના અધ્યક્ષ ડો. નરિન્દર બત્રાએ સમારોહને આટલા મોટા સ્તર પર આયોજન માટે મુખ્યપ્રધાન નવીન પટનાયક અને દેશનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ ટીમના કેપ્ટન વારાફરતી મંચ બોલાવવામાં આવ્યા હતાં. આ તમામની સાથે એક-એક બાળક પણ હતું જેના હાથમાં હોકીની સ્ટિક હતી.
14/15

માધુરી અને ડાન્સરોની સાથે ઓડિશાના આદિવાસીઓની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવી હતી જેમાં આશરે 800 શાળાના બાળકો નજર આવ્યા હતા. અંતમાં રહેમાને વિશ્વકપ થીમ સોંગ જય હિંદ હિંદ જય ઈન્ડિયાના ગીતની સાથે સમારોહનું સમાપન કર્યું હતું.
15/15

ત્યાર બાદ ‘ધક-ધક ગર્લ’ના નામથી ફેમસ થયેલ બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે હાજરી આપી હતી. તેણે લગભગ 1000 ડાન્સરોની સાથે ધ અર્થ સોંગ ડાન્સ ડ્રામા રજૂ કર્યો હતો.
Published at : 28 Nov 2018 11:05 AM (IST)
Tags :
Hockey World Cup 2018View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement