(Source: ECI/ABP News/ABP Majha)
PAK vs AUS: ‘જો ભારત પાકિસ્તાનમાં પાકિસ્તાન રમે તો અમે ટીમ ઈન્ડિયાના સપોર્ટ કરીશું’, જાણો શું છે મામલો
મેચ જોવા આવેલા ક્રિકેટ ફેન્સે લખ્યું, જો ભારતીય ટીમ પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં રમે તો અમે ટીમ ઈનડિયાના સપોર્ટ કરીશું. આ પોસ્ટર હાલ વાયરલ થયું છે.
PAK vs AUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો પર સમાપ્ત થઈ ગઈ છે. ચાહકોથી લઈને દિગ્ગજ ક્રિકેટ નિષ્ણાતો સુધી રાવલપિંડીની આ પિચને ટેસ્ટ મેચ માટે યોગ્ય જાહેર કરવામાં આવી નથી. કારણ કે પાંચ દિવસ દરમિયાન 1187 રન, 14 વિકેટ અને 379 ઓવર પછી પણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પીચ પર બોલરો માટે મદદ નહિવત હતી. મેચ જોવા આવેલા એક પાકિસ્તાની ફેન્સે તેના પ્લેબોર્ડ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મેચ જોવા આવેલા ક્રિકેટ ફેન્સે લખ્યું, જો ભારતીય ટીમ પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં રમે તો અમે ટીમ ઈનડિયાના સપોર્ટ કરીશું. પાકિસ્તનના ક્રિકેટ પ્રેમીઓ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાક. ટક્કરની રાહ જોઈ રહ્યા છે. આ પોસ્ટર હાલ વાયરલ થયું છે.
🇮🇳🇵🇰Some cricket fans in Pindi Cricket Stadium are waiting to host India in a clash against Pakistan in Champions Trophy 2025!#PAKvAUS pic.twitter.com/dtV99btSli
— Arfa Feroz Zake (@ArfaSays_) March 8, 2022
મેચમાં શું થયું
પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવ 4 વિકેટે 476 રને ડિકલેર કર્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે તમામ વિકેટ ગુમાવીને 459 રન બનાવ્યા હતા. પાકિસ્તાનને પ્રથમ દાવના આધારે 17 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 272 રન બનાવ્યા હતા.
છેલ્લા 24 વર્ષમાં પાકિસ્તાનમાં તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન બોલરોને બંને ઇનિંગ્સમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પાકિસ્તાને તેનો પ્રથમ દાવ ચાર વિકેટે 476 રન પર ડિકલેર કર્યો હતો, જેમાં શફીક અને ઈમામની પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી સામેલ હતી.
ઓસ્ટ્રેલિયાએ સવારે સાત વિકેટે 449 રનની તેની પ્રથમ ઇનિંગની લીડ લીધી હતી અને તેની ટીમ પ્રથમ કલાકમાં જ 459 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે પાકિસ્તાને પ્રથમ દાવમાં 17 રનની લીડ મેળવી હતી.પાકિસ્તાનના ડાબોડી સ્પિનર નોમાન અલીએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 107 રનમાં છ વિકેટ લીધી હતી.બે વિકેટ લીધી હતી.