IPL 2021: યૂએઈમાં રમાશે આઈપીએલ-14ની બાકીની મેચ, બીસીસીઆઈએ કરી જાહેરાત
છેલ્લાં ઘણાં દિવસથી આઈપીએલની 14મી સીઝનને ઇન્ડિયાથી યૂએઈમાં શિફ્ટ કરવાની અટકળો લાગી રહી હતી.
IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈએ આઈપીએલ 2021ની બાકીની મેચ યૂએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. શનિવારે એટલે કે આજે મળેલ બીસીસીઆઈની મીટિંગમાં આઈપીએલની બાકીની મેચ ભારતથી યૂએઈ શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
છેલ્લાં ઘણાં દિવસથી આઈપીએલની 14મી સીઝનને ઇન્ડિયાથી યૂએઈમાં શિફ્ટ કરવાની અટકળો લાગી રહી હતી. પરંતુ બીસીસીઆઈ તેના પર કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. શનિવારે આઈપીએલ 2021ની બાકીની મેચને લઈને બીસીસીઆઈએ મીટિંગ બોલાવી હતી અને વિતેલા વર્ષની સફળતાને જોતા યૂયેઈમાં આઈપીએલ 2021ની બાકી બચેલ 31 મેચનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
સીઝન-14માં બાકી છે 31 મેચ
સીઝન-14માં કુલ લીગ રાઉન્ડ અને પ્લેઓફમાં 60 મેચ રમાવાની છે. ટૂર્નામેન્ટ અટકાવી દેવામાં આવી ત્યારે કુલ 29 મેચ રમાઈ હતી. હવે બાકાની 31 મેચ યૂએઈમાં રમાશે.
બાકીની 31 મેચનું આયોજન 18 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબરની વચ્ચે યૂએઈમાં થશે. બાકીની 31 મેચમાંથી 10 મેચ ડબલ હેડર અને 7 મેચ સંગર હેડરમાં રમાશે જ્યારે બાકીની 4 મેચ પ્લે ઓફની હશે.
ટી20 વર્લ્ડ કપને લઈને પણ બીસીસીઆઈ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજવાની યોજના બનાવી રહ્યું છે. તેના માટે બીસીસીઆઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સામે માત્ર ત્રણ શહેરમાં જ વર્લ્ડ કપના આયોજનની ઓફર કરી શકે છે. મુંબઈ, પુણે અને અમદાવાદમાં એ ત્રણ જગ્યા હશે જ્યાં આ વર્ષે ટી20 વર્લ્ડ કપ રમાઈ શકે છે.
બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે પહેલા 9 સ્થળની જાહેરાત કરી હતી. પરંતુ જેટલો વધારે પ્રવાસ ખેલાડીઓ કરે છે તેને કોરોના વાયરસનું જોખમ એટલું જ વધી જાય છે. ખેલાડી મોટાબાગનો સમય બાયો બબલરમાં સુરક્ષિત રહે ને તેને વધારે પ્રવાસ ન કરવો પડે એટલા માટે બીસીસીઆઈ માત્ર ત્રણ સ્થળ પર જ વર્લ્ડ કપનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
યૂએઈ હોઈ શકે છે બેઅકઅપ વેન્યૂ
બીસીસીઆઈ જોકે વર્લ્ડ ક્પનાં આયોજન માટે બેઅકપ પ્લાન પણ તૈયાર કરશે. જો ભારતમાં વર્લ્ડ કપનું આયોજન નહીં થાય તો બીસીસીઆઈ યૂએઈને બેકઅપ તરીકે રજૂ કરી શકે છે. યૂએઈમાં ત્રણ મેદાન છે અને ત્યાં કોરોનાના કહેરની વચ્ચે વિતેલા વર્ષે આઈપીએલનું સફળ આયોજન થયું હતું.
બીસીસીઆઈની મુશ્કેલી ખરેખર તો આઈપીએલ અટકી જવાને કારણે વધી છે. બીસીસીઆઈએ આઈપીએલની 14મી સીઝનની ખૂબ જ સફળ શરૂઆત કરી હતી. મુંબઈને ચેન્નઈમાં 20 દિવસ સુધી ટૂર્નામેન્ટ કોઈપણ મુશ્કેલી વઘર ચાલી. પરંતુ જેવા જ ખેલાડીએ દિલ્હી અને અમદાવાદ પહોંચ્યા ત્યાં બધું ગડબડ થઈ ગયું. બન્ને સ્થળ પર અનેક ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા બાદ આઈપીએલની 14મી સીઝન અટકાવી દેવામાં આવી.