શોધખોળ કરો

T20 WC: રોહિતને મળી ચાંદીની વર્લ્ડકપ ટ્રૉફી, જાણો ક્યારે મળે છે ગૉલ્ડ અને સિલ્વર ટ્રૉફી

T20 World Cup 2024: ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સાથે દિલ્હી પહોંચી કે તરત જ દરેક જગ્યાએથી ઇન્ડિયા-ઇન્ડિયા નારાથી દિલ્હી ગુંજી ઉઠ્યુ હતુ

T20 World Cup 2024: ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સાથે દિલ્હી પહોંચી કે તરત જ દરેક જગ્યાએથી ઇન્ડિયા-ઇન્ડિયા નારાથી દિલ્હી ગુંજી ઉઠ્યુ હતુ. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ટ્રૉફી લઈને એરપોર્ટની બહાર આવ્યો અને આખી ટીમ ઉત્સાહમાં જોવા મળી. આ દરમિયાન દરેકની નજર સિલ્વર કલરની વર્લ્ડકપ ટ્રોફી પર હતી જે ભારતીય ટીમે ભારે મહેનતથી જીતી હતી.

તમે પણ આ ટ્રોફી વર્લ્ડકપ દરમિયાન ઘણીવાર જોઈ હશે, પરંતુ શું તમારા મગજમાં ક્યારેય એ વિચાર આવ્યો છે કે આ ટ્રોફી સિલ્વર કલરની કેમ છે, કારણ કે ઘણીવખત વર્લ્ડકપની ટ્રોફી ગૉલ્ડન કલરની હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે તેની પાછળનું તર્ક શું છે અને ટ્રોફી ક્યારે સિલ્વર અને ક્યારે ગૉલ્ડન રાખવામાં આવે છે.

શું છે આની પાછળનું લૉઝીક ? 
વાસ્તવમાં, વર્લ્ડકપ ટ્રોફીના કલરમાં મહત્વનો તફાવત સોના અને ચાંદીનો છે. ખરેખર, ટી20 વર્લ્ડકપની ટ્રોફીમાં સોનાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ ટ્રોફી ચાંદી અને રૉડિયમની બનેલી છે. વળી, ODI વર્લ્ડકપની ટ્રોફી સોના અને ચાંદીની બનેલી છે, જેના કારણે તેનો રંગ સોનેરી છે. આવી સ્થિતિમાં 50 ઓવરની મેચોના વર્લ્ડકપમાં મળેલી ટ્રોફી ગોલ્ડન છે. વળી, ટી20 મેચોના વર્લ્ડકપમાં મળેલી ટ્રોફી સિલ્વર કલરની છે.

ટી20 વર્લ્ડકપની ટ્રૉફીમાં શું છે ખાસ ? 
તમને જણાવી દઈએ કે આ ટ્રોફી ચાંદી અને રૉડિયમના મિશ્રણથી બનાવવામાં આવી છે. ટ્રોફીનું વજન લગભગ 7 કિલો અને ઊંચાઈ 51CMની આસપાસ હોવાનું કહેવાય છે.

કોની પાસે રહેશે ટ્રૉફી ? 
વર્લ્ડકપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. મૂળ ટ્રોફી IIC પાસે રહે છે અને પ્રતિકૃતિ ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી અને ક્રિકેટ બોર્ડ તેને પોતાની પાસે રાખે છે. જેમ આ વખતે પણ ભારતે વર્લ્ડકપ જીત્યો છે, તો હવે આ ટ્રોફી બીસીસીઆઈ પાસે રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે બ્રિજટાઉન (બારબાડૉસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડકપ જીત્યો. વર્લ્ડકપ જીત્યા બાદ ટીમ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી અને હૉટલમાં ગયા બાદ હવે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટે વડાપ્રધાનના ઘર 7, લોક કલ્યાણ માર્ગ પર પહોંચી ગઈ છે, જ્યાં તે પીએમ મોદીને મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે, ડોનાલ્ડ ટ્રમ્પ મારા સારા મિત્ર, જાણો ચીનને લઈને પીએમ મોદીએ શું કહ્યું...
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
'ગોધરા કાંડ એક અકલ્પનીય દુર્ઘટના', પીએમ મોદીએ લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં ગુજરાત રમખાણો અંગે મૌન તોડ્યું
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
અમદાવાદમાં લુખ્ખાગીરી યથાવત: નરોડામાં ગાળો બોલવાની ના પાડતા પાડોશીઓએ એકબીજા પર છરી વડે હુમલો કર્યો
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
પાકિસ્તાનમાં આતંકી હુમલા વધતાં ભારતનું મોટું પગલું: 10 દેશોને એકસાથે લાવીને....
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
ગેનીબેનનો ધડાકો! બનાસકાંઠા બોર્ડર બની દારૂની ગંગોત્રી? મુખ્યમંત્રીને પત્ર લખીને કરી આ માંગ
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
શું પાકિસ્તાનના ફરી ભાગલા પડશે? ટ્રેન હાઇજેક બાદ 12 કલાકમાં 19 ધડાકા!
Embed widget