આ વિદેશી બૉલરે વિકેટ લીધા પછી કર્યું પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેશન, ICCએ શુ્ં કહ્યું ?
નેપાલી ક્રિકેટર સીતા રાણાએ વિકેટ લીધા બાદ પુષ્પા સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યુ છે. આઇસીસીએ આનો વીડિયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
Fairbreak Invitational Tournament: સાઉથ સુપર સ્ટાર અલ્લૂ અર્જૂનની મૂવી પુષ્પાનો નશો હજુ પણ ક્રિકેટરો પરથી ઉતર્યો નથી. આઇપીએલ 2022માં રવિન્દ્ર જાડેજા અને ઓબેદ મેકકૉયના જશ્નની રીત હવે દુબઇમાં ફેયરબ્રેક ઇનવિટેશનલ ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો છે. અહીં નેપાલી ક્રિકેટરે પુષ્પા સ્ટાઇલ સેલિબ્રેશન કર્યુ છે.
નેપાલી ક્રિકેટર સીતા રાણાએ વિકેટ લીધા બાદ પુષ્પા સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યુ છે. આઇસીસીએ આનો વીડિયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયો હવે ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં દુબઇમાં રમાઇ રહેલી ફેયર બ્રેક ટૂર્નામેન્ટમાં નેપાલની ક્રિકેટર સીતા રાણા બે વાર પુષ્પા અંદાજમાં સેલિબ્રેશન કરતી જોવા મળી છે. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં સીતા રાણા ગેબી લુઇસને આઉટ કર્યા બાદ પુષ્પા અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. આ પછી શુક્રવારે ટોરનેડો વૂમેન્સ અને વૉરિઅર્સ વૂમેન્સની મેચ દરમિયાન તે ડગઆઉટમાં બેસીને પુષ્પા અંદાજમાં સેલિબ્રેશન કરતી જોવા મળી હતી. તેનુ આ સેલિબ્રેશન કેમેરામાં કેદ થઇ ગયુ હતુ.
View this post on Instagram
ફેયરબ્રેક ઇનવિટેશનલ ટૂર્નામેન્ટ એક મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ છે, જેમાં ઉભરતાં દેશોના ખેલાડીઓની સાથે અનુભવી ખેલાડીઓ રમતા જોવા મળે છે. આ ટૂર્નામેન્ટમાં આયરલેન્ડ,નેપાલ, થાઇલેન્ડની જાણીતી મહિલા ક્રિકેટરોને રમવાનો મોકો મળે છે. આ ટૂર્નામેન્ટને આઇસીસી તરફથી માન્યતા પ્રાપ્ત છે. આનુ આયોજન 1લી થી 15 મેની વચ્ચે દુબઇમાં કરવામાં આવી રહ્યું છે.
“It’s gone so far on social media."
— ICC (@ICC) May 10, 2022
Nepal’s Sita Rana Magar with the most popular celebration currently 😄
📽️ @fairbreakglobal pic.twitter.com/wlTRf0KeFt
Pushpa celebration has taken by a storm in world cricket. pic.twitter.com/nNMSwVRAAm
— Johns. (@CricCrazyJohns) May 6, 2022
---
આ પણ વાંચો.........
રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?
Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ
Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ