શોધખોળ કરો
ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં પત્નીનો ઉત્સાહ વધારવા આ ક્રિકેટરે અધવચ્ચે જ છોડી સિરીઝ
મિશેલ સ્ટાર્કની પત્ની એલીસી હીલી પણ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમમાં વિકેટકિપર છે. હીલી રવિવારે 8 માર્ચે ભારત વિરૂદ્ધ રમાનાર ટી-20 વિશ્વ કપમાં ઉતરશે.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમે ગુરૂવારે ડકવર્થ લૂઈસ નિયમ મુજબ સાઉથ આફ્રિકાને પરાજય આપીને મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયા હવે ટાઈટલ માટે ભારતીય ટીમ સામે જંગ કરશે.
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમમાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની પત્ની પણ રમી રહી છે. તેથી સ્ટાર્કે પોતાની પત્નીને ચીયર કરવા માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ પડતો મૂકવાનું નક્કી કર્યું છે. તેથી તે સાઉથ આફ્રિકા સામે રમાનારી ત્રીજી વન-ડેમાં ટીમનો ભાગ નહીં હોય. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કને રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનાર આઇસીસી મહિલા ટી-20 વિશ્વ કપ ફાઇનલ દેખવા માટે સ્વદેશ રવાના થવાની મંજૂરી આપી દીધી છે.
મિશેલ સ્ટાર્કની પત્ની એલીસી હીલી પણ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમમાં વિકેટકિપર છે. હીલી રવિવારે 8 માર્ચે ભારત વિરૂદ્ધ રમાનાર ટી-20 વિશ્વ કપમાં ઉતરશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 80 હજાર દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં સ્ટાર્ક પણ હાજર રહેશે. તે અહિં પોતાની પત્નીને મેચ રમતા ખાસ જોવા માટે પહોંચશે.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લૈંગરે કહ્યું,”આ જીવનમાં ક્યારેક ક્યારેક બનતી વાત છે. મિચેલ માટે પત્ની એલિસા હીલીને પોતાના ઘરે વિશ્વ કપ ફાઇનલમાં રમતા જોવું ખુબ જ આહ્લાદક નજારો બની રહેશે. અમે તમામ લોકો તેમની આ ખુશીમાં ઉત્સાહીત છીએ અને તેમને સ્વદેશ પરત ફરવાની અનુમતિ આપી દેવામાં આવી છે. તેઓ ઘર જાય અને તેમની પત્ની સાથે આ ખાસ ક્ષણ માટે તેમનું સમર્થન કરે.”
આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે, આ મેચ માટે તેને ઓસ્ટ્રેલિયા પરત મોકલવાનો મતબલ છે કે સ્ટાર્કને આરામ કરવાનો પૂરતો સમય પણ મળી જશે. તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે અને ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ થશે. લેંગરનું માનવું છે કે સ્ટાર્કની ગેરહાજરીમાં જોસ હેઝલવૂડ અને કેન રિચાર્ડસન પાસે સારી તક છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ખેતીવાડી
દેશ
ગુજરાત
Advertisement
