શોધખોળ કરો
પ્રેગનન્ટ છે સાનિયા મિર્ઝા, આ રીતે શેર કર્યા ગુડ ન્યૂઝ

1/9

નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પ્રેગનન્ટ છે. આ વાતનો ખુલાસો સાનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કર્યો છે. સાનિયા પહેલા જ કહી ચુકી છે કે તે અને તેનો ક્રિકેટર પતિ શોએબ મલિક એક પુત્રી ઈચ્છે છે અને બાળકની સરનેમ મિર્ઝા મલિક હશે.
2/9

ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ વર્ષ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કર્યા હતા. એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યા બાદ અનેક લોકોએ તેની ટિકા કરી હતી, પરંતુ તેમણે ક્યારેય લોકોની પરવાહ કરી નહોતી.
3/9

સલમાન ખાન સાથે સાનિયા મિર્ઝા
4/9

સાનિયા મિર્ઝા મોડલિંગ પણ કરે છે
5/9

એક લગ્ન પ્રસંગમાં સાનિયા અને શોએબ
6/9

સાનિયા મિર્ઝા ટેનિસ રમતી હોય ત્યારે ઘણીવાર શોએબ તેને પ્રોત્સાહન આપવા ત્યાં પહોંચી જાય છે.
7/9

સાનિયા અને શોએબ તેમના વૈવાહિક જીવનથી ખૂબ ખુશ છે અને ઘણી વખત પ્રેમનો એકરાર પણ કરતાં હોય છે.
8/9

સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ ગોવા ફેસ્ટ 2018માં લૈંગિક પક્ષપાત પર એક ચર્ચામાં કહ્યું હતું કે, હું તમને એક રહસ્ય જણાવું છું. મારા પતિ અને મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારે બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્ઝા મલિક હશે. તે પણ એક પુત્રી ઇચ્છે છે.
9/9

સાનિયા મિર્ઝાએ તેની પ્રેગનન્સીના અહેવાલ ઇન્સ્ટાગ્રામ પર અનોખા અંદાજમાં શેર કર્યા છે. તેણે એક ફોટો શેર કર્યો છે. જેમાં ત્રણ ટીશર્ટ છે. એક ટી શર્ટ ભાવિ બાળકનું છે. જેમાં મિર્ઝા-મલિક લખેલું છે. આ ફોટોમાં એક દૂધની બોટલ પણ છે. ફોટોનું કેપ્શન છે #BabyMirzaMalik.
Published at : 23 Apr 2018 07:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
