(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2023: ભોજપુરીની સાથે સાથે પંજાબી અને ગુજરાતીમાં પણ મળશે આઇપીએલની મજા, બ્રૉડકાસ્ટરે કર્યુ એલાન
સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક આઇપીએલની ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર બાયૉકમ18 છે. આ વખતે વાયકૉમ18 એ કંઇક અલગ કરવાનો ફેંસલો કર્યો છે.
IPL 2023 In Bhojpuri: આઇપીએલ 2023ની શરૂઆત આગામી 1 એપ્રિલથી થઇ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આઇપીએલ ઓક્શન 2023 નું આયોજન થયુ હતુ, આઇપીએલની 2023ની સિઝન માટે લગભગ તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે.
સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક આઇપીએલની ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર બાયૉકમ18 છે. આ વખતે વાયકૉમ18 એ કંઇક અલગ કરવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં વાયકૉમ18 પર આઇપીએલ 2023 ફેન્સ 11 ભાષાઓમાં જોઇ શકશે. આ ભાષાઓમાં ભોજપુરી, પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે આઇપીએલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ભોજપુરી ભાષામાં ફેન્સ જોઇ શકશે.
લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર વાયકૉમ18નો મોટો ફેંસલો -
આઇપીએલની મેચોને અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત છ ભાષાઓમાં બ્રૉડકાસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આઇપીએલ મેચોનું સ્ટ્રીમિંગનું એલાન કરીને બહુજ મોટો ફેંસલો કર્યો છે. ખરેખરમાં, આંકડા બતાવે છે કે, હિન્દી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી સૌથી મોટી ભાષા છે. ભોજપુરી ઉપરાંત પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. સ્પૉર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિઓ સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે.
લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટે અલગ અલગ મીડિયા પાર્ટનર -
આ વર્ષે આઇપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. આઇપીએેલની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક કરશે, વળી, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ વાયકૉમ18 કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટ્રીમિંગ પાર્ટનર આ વર્ષે જાહેરખબર દાતાઓને લોભાવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહી છે. જાહેરાત ઇન્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાના બદલે વાયકૉમ18 પોતાની ઇન્વેન્સ્ટ્રીને ઠીક તે જ રીતે વેચવાની યોજના બનાવી રહી છે જેવી રીતે ટીવી પર વેચવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2023ની મેચો 1 એપ્રિલથી શરૂ થશે.
Women IPL 2023: ફેબ્રુઆરીમાં મહિલા IPL માટે થશે હરાજી, 26 જાન્યુઆરી છે ખેલાડીઓના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ
Women IPL 2023: આ વર્ષે તમામ દ્વિપક્ષીય શ્રેણી અને આઈસીસી ટૂર્નામેન્ટો ઉપરાંત, પ્રથમ વખત મહિલા આઈપીએલ પણ યોજાવાની છે. નવા વર્ષની શરૂઆત સાથે તેના દિવસો પણ ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. BCCI દ્વારા ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજો અનુસાર મહિલા IPLની પ્રથમ સીઝન માટે ટીમની પસંદગી ખેલાડીઓની હરાજી દ્વારા કરવામાં આવશે. આ મહિલા આઈપીએલને લઈને પણ કોઈ તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ભાગ લેનારી ફ્રેન્ચાઇઝી વિશે કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
ક્રિકબઝના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં મહિલા IPL માટે હરાજી થશે. ભારતીય ખેલાડીઓને મોકલવામાં આવેલા દસ્તાવેજોમાં BCCIએ કેપ્ડ અને અનકેપ્ડ બંને ક્રિકેટરોને પ્લેયર ઓક્શન રજિસ્ટરમાં દાખલ થવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે કહ્યું છે, જેના માટે 26 જાન્યુઆરીના રોજ સાંજે 5 વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓની આટલી બેઝ પ્રાઈસ હશે
મહિલા આઇપીએલની હરાજીમાં કેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઈસને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જેમાં 50, 40 અને 30 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અનકેપ્ડ ખેલાડીઓની બેઝ પ્રાઇસ 20 અને 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.