Alert! અમેઝોન પ્રાઇમ ડે સેલ શરૂ થાય તે અગાઉ એક્ટિવ થયા સાયબર ઠગ, આ લિંક્સ પર ના કરો ક્લિક
અમેઝોન સેલ લાઈવ થાય તે પહેલા સાયબર ગુનેગારો એક્ટિવ થઈ ગયા છે. સાયબર છેતરપિંડી કરનારાઓએ ઘણી નકલી વેબસાઇટ અને લિંક્સ બનાવી છે
અમેઝોન પ્રાઇમ ડે સેલ 20 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. આ અંગે લોકોએ પોતાનું શોપિંગ લિસ્ટ પણ તૈયાર કર્યું છે. પરંતુ અમેઝોન સેલ લાઈવ થાય તે પહેલા સાયબર ગુનેગારો એક્ટિવ થઈ ગયા છે, જેઓ મિનિટોમાં લોકોની બચત ચોરી કરવાની યોજના ઘડી રહ્યા છે. સાયબર છેતરપિંડી કરનારાઓએ ઘણી નકલી વેબસાઇટ અને લિંક્સ બનાવી છે, જેના દ્વારા તેઓ લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે અને તેમના બેન્ક ખાતામાંથી લાખો રૂપિયાની ચોરી કરી શકે છે. સાયબર ગુનેગારોએ આ માટે અમેઝોનના નામનો ઉપયોગ કર્યો છે. આ વેબસાઇટ્સ તમારા લાખો રૂપિયા ચોરી શકે છે.
With Amazon #PrimeDay underway, experts are warning consumers to look out for scams.
— Check Point Software (@CheckPointSW) July 16, 2024
Last month, @_CPResearch_ found over 1,230 new websites falsely claiming affiliation with Amazon, the majority of which were malicious or suspicious.
More in @APNews: https://t.co/AnB4lFUHL0
આ સેલ 20 જૂલાઈથી અમેઝોન પર લાઈવ થવા જઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો તકનો લાભ લેવા માંગે છે. તેઓએ ઘણી નકલી વેબસાઇટ્સ બનાવી છે, જે સામાન્ય લોકોને આર્થિક ફટકો આપી શકે છે. સાયબર સિક્યોરિટી વેબસાઈટ Checkpointએ અમેઝોન સંબંધિત એવી 25 વેબસાઈટનો ખુલાસો કર્યો છે, જેના પર લોકોને ક્લિક ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
આ લિંક્સ પર ક્લિક કરશો નહીં
* amazon-onboarding[.]com
* amazonmxc[.]shop
* amazonindo[.]com
* shopamazon2[.]com
* microsoft-amazon[.]shop
* amazonapp[.]nl
* shopamazon3[.]com
* amazon-billing[.]top
* amazonshop1[.]com
* fedexamazonus[.]top
* amazonupdator[.]com
* amazon-in[.]net
* espaces-amazon-fr[.]com
* usiamazon[.]com
* amazonhafs[.]buzz
* usps-amazon-us[.]top
* amazon-entrega[.]info
* amazon-vip[.]xyz
* paqueta-amazon[.]com
* connect-amazon[.]com
user-amazon-id[.]com
* amazon762[.]cc
* amazoneuroslr[.]com
* amazonw-dwfawpapf[.]top
* amazonprimevidéo[.]com
સાયબર ગુનેગારો લોકોને કેવી રીતે ચૂનો લગાવે છે?
સાયબર ગુનેગારો લોકોના બેન્ક ખાતામાંથી પૈસાની ચોરી કરવા માટે મેસેજનો ઉપયોગ કરે છે. આ મેસેજ વોટ્સએપ, ટેલિગ્રામ, ઈમેલ વગેરે દ્વારા લોકો સુધી પહોંચે છે. આમાં શોપિંગ એપના નામે ઑફર્સ આપવામાં આવે છે અને બમ્પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોવાનું કહેવાય છે. આ સાથે હેકર્સ નકલી લિંક્સ આપે છે જેના પર લોકો ખરીદી માટે જઈ શકે છે. હેકર્સ આ માહિતીનો ફાયદો ઉઠાવીને ડેટા એકત્ર કરી લે છે અને બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.