Gir Somnath | ડમાસા ગામમાં શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો વિવાદ
ગીર સોમનાથ જિલ્લાનું ડમાસા ગામ. જેની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ ફટકારાતા છેડાયો છે વિવાદ. વાત એવી છે કે, જિલ્લા પુરવઠા અધિકારીએ હાલમાં શાળાની લીધી હતી મુલાકાત. આ સમયે બાળકોના મધ્યાહન ભોજનના અનાજમાં ધનેડા જોવા મળ્યા હતા. જેને લઈ પુરવઠા વિભાગે શાળાના આચાર્ય ભરતભાઈ નકૂમને નોટિસ ફટકારી. નોટિસમાં કલંકિત શબ્દનો પ્રયોગ કરાતા જિલ્લાના શિક્ષકો છે ભારે નારાજ. શિક્ષકોની માગ છે કે, નોટિસમાંથી કલંકિત શબ્દને હટાવવામાં આવે. આ તરફ શાળાના આચાર્યનું કહેવું છે કે, 10 દિવસ પહેલાં જ અનાજ આવ્યું હતું. જે ધનેડા જોવા મળ્યા... તે અનાજમાં જ આવ્યા છે..
ડમાસા ગામની આ શાળા ગુણોત્સવમાં જિલ્લાભરમાં અવ્વલ સ્થાને રહી હોવાની ચર્ચા છે..ગ્રામજનોના મતે, આચાર્ય તરીકે ભરતભાઈના આવ્યા બાદ શાળાના શિક્ષણમાં સુધારો થયો છે... આચાર્યને નોટિસ મળતા ગ્રામજનો પણ નારાજ છે... શાળાના SMT સભ્ય પીયૂષ બાંભણિયાનું કહેવું છે કે, ક્યારેય શાળાની કોઈ ફરિયાદ આવી નથી... તો પછી આચાર્યને શા માટે નોટિસ અપાઈ...