(Source: Poll of Polls)
INDvsPAK: ટીમ ઈન્ડિયાની પાક સામે જીત બાદ ભારતીય યુવકો દ્વારા લંડનમાં ઢોલના તાલે ઉજવણી, જુઓ વીડિયો
INDvsPAK: ટી20 વર્લ્ડકપ 2024ની 19મી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ખૂબ જ રોમાંચક રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 19 ઓવરમાં માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવ બાદ ચાહકોએ આશા છોડી દીધી હતી કે ભારત મેચ જીતી શકે છે, પરંતુ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે 6 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતની ઉજવણી યૂકેમાં કરવામાં આવી હતી. ભારતીય યુવકો દ્વારા લંડનમાં આ શાનદાર જીતની ઉજવણી કરાઈ હતી. યુવકોએ ઢોલ-નગારા વગાડી ઉજવણી કરતાં જોરદાર માહોલ સર્જાયો હતો. ન્યૂયોર્કમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે અશક્યને શક્ય બનાવી દીધું હતું. જ્યારે ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગ રમીને માત્ર 119 રન બનાવ્યા ત્યારે પાકિસ્તાની ફેન્સ અને તેમના પૂર્વ ક્રિકેટરોમાં ખુશી છવાઈ ગઈ હતી.





















