શોધખોળ કરો

Kesar Mango: સાવરકુંડલા APMCમાં ભર શિયાળે કેસર કેરીની થઈ આવક, જાણો એક કિલોનો કેટલો મળ્યો ભાવ

ભર શિયાળામાં કેસર કેરી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવતા અચરજ ફેલાયું હતું.

Agriculture News: હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ખેતીપાક પર મોટી અસર થઈ છે. આ દરમિયાન અમરેલીના સાવરકુંડલા એપીએમસીમાં ભર શિયાળે કેસર કેરીની આવક થઈ હતી. શિયાળામાં કેસર કેરી વેચાવા આવતા લોકો પણ જોવા ઉમટી પડ્યા હતા.

કેટલો મળ્યો ભાવ

ભર શિયાળામાં કેસર કેરી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેચાવા આવતા અચરજ ફેલાયું હતું. 17  કિલો જેટલી કેસર કરી એપી એમ સી ના ફ્રૂટ ના વેપારી ઈમ્તિયાઝ ભાઈ દલ પાસે આવી હતી. આ કેસર કેરીના બોક્સ હરાજીમાં ૭૦૦  રૂપિયા કિલોના ભાવે વેચાયું હતું.

ઉનાળાના મે  મહિના થઈ  લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય  છે ત્યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વેચાવા આવતા  એપી એમ સી માં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્યા હતા. વેપારી ઈમ્તિયાઝ દલે જણાવ્યું કે સામાન્ય રીતે શિયાળામાં ક્યારેય કેરી પાકતી નથી પંરતુ રેર કિસ્સામાં વાતાવરણમાં ચેન્જના કારણે કે કેરીનું આવરણ થયું હોય અને આ કેસર  કેરી પાકી હતી.

થોડા સમય પહેલા પોરબંદર એ.પી.એમ.સી. માં પણ ખંભાલા ગામના ખેડૂત સંજયભાઈ  ચુડાસમા કેસર કેરી વેચવા આવ્યા હતા. જે કેસર કેરીના બે બોક્સ અંદાજીત ૫૫૦ રૂપિયામાં વેચાયા હતા.  શિયાળામાં કેસર કેરી આવતા અચરજ પણ ફેલાયું હતું.

પ્લાનિંગથી કરશો કેરીની ખેતી તો ઉત્પાદનમાં થશે વધારો, આ બાબત પર ખેડૂતો આપે ખાસ ધ્યાન

કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે જો ખેડૂતો કેરીના પાકનું ઉત્પાદન વધારવા માંગતા હોય તો હવામાન પરિવર્તનના આ યુગમાં કેરીની ખેતી કરતા પહેલા  અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો ખેડૂતો કેરીના વાવેતરના સમયથી જ યોગ્ય આયોજન કરે તો ભવિષ્યમાં થતા નુકસાનને ટાળી શકાય છે.

શું ધ્યાનમાં રાખશો

બદલાતી ઋતુ પ્રમાણે બગીચામાં છંટકાવ અને સિંચાઈ કરી ખાતર આપવું જરૂરી છે. સમયાંતરે બાગાયતશાસ્ત્રીઓનો અભિપ્રાય લેવો જોઈએ. જેથી બગીચામાં થતા નુકસાનકારક ફેરફારોને અટકાવી શકાય. આંબા માટે હંમેશા સુધારેલી જાતો પસંદ કરો.

કેરીની ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ બાબત જમીન, આબોહવા અને વિવિધતા છે. વરસાદી પાણીનો નિકાલ થઈ શકે અને સારી ગુણવત્તાવાળી જમીન હોવી જરૂરી છે. કેસર, હાપુસ, લંગડો, બદામ, વનરાજ તેની ખેતી માટેની સુધારેલી જાતો છે. 

કેવી જમીન છે કેરીના પાક માટે ઉત્તમ

કેરીની ખેતી માટે સૌથી યોગ્ય જમીન કાળી અને રેતાળ છે. જોકે હાલ તે અન્ય પ્રકારની જમીનમાં પણ ઉગાડવામાં આવે છે. વધુ વરસાદ પડે તો પાણીના નિકાલની પણ વ્યવસ્થા કરવી જોઈએ. રોગના કિસ્સામાં સ્પ્રે કરો. હવે ડ્રોન આવવાથી કેરીના પાક પર છંટકાવ કરવો ખૂબ જ સરળ બની ગયો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં કેરીનું વાવેતર કરો. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા નિર્દિષ્ટ કરેલ અંતરે તેનું વાવેતર કરો. કોઈપણ રોગ દેખાય તો તરત બાગાયતશાસ્ત્રીની મદદથી ઉકેલ લાવો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Tech Layoffs 2024: આ વર્ષે 539 કંપનીઓએ 1,50,034 કર્મચારીઓની કરી છટણી, અમેઝોન, ટેસ્લા, ગૂગલ પણ સામેલ
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
Manmohan Singh: ડૉક્ટર મનમોહન સિંહે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાંથી કર્યો હતો અભ્યાસ, જાણો કેટલા મળ્યા હતા પુરસ્કાર?
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
IND Vs AUS: મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધી કેમ ઉતરી ટીમ ઇન્ડિયા? જાણો કારણ
Embed widget