પરંતુ પ્રોફેસરે ના પાડતા બંને યુવા નેતાઓ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા અને પૂર્વ સેનેટ મેમ્બરે ખુરશીમાં બેઠેલા પ્રોફેસરનું ગળું પકડી તેમને લાફો ઝીંકી દીધો હતો અને ભાજપના પૂર્વ સીન્ડીકેટ મેમ્બરે કોમ્પ્યુટર નીચે ફેકી તોડફોડ શરૂ કરી દીધી હતી. જોકે આ વાતની જાણ થતાં જ અન્ય કર્મચારીઓ અને મહિલા પ્રોફેસર આવી ગયા હતા અને જેમની હાજરીમાં યુવા નેતાઓએ ગાળાગાળી કરી ધમકી આપવાનું શરૂ કરી દીધુ હતું.
2/5
આ વિદ્યાર્થિનીની ભલામણ લઈને ભાજપના પૂર્વ સીન્ડીકેટ મેમ્બર અને યુથ કોંગ્રેસના કાર્યકર તેમજ પૂર્વ સેનેટ મેમ્બર લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર પાસે આવ્યા હતા અને પરીક્ષા ફોર્મ મંજૂર કરી દેવા ઉગ્ર રજૂઆત કરી હતી.
3/5
ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં એમસીએસસી-પીજીના વિવિધ કોર્સીસ ચાલે છે, જેમાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફુડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનના બે વર્ષના પીજી કોર્સમાં ભણતી એક વિદ્યાર્થિનીની ત્રીજા સેમેસ્ટરમાં નિયમ પ્રમાણે 50થી 75 ટકા વચ્ચે હાજરી ન હતી અને માત્ર 37 ટકા જેટલી ઓછી હાજરી હોવાથી ડીપાર્ટમેન્ટના એચઓડી અને પ્રોફેસર દ્વારા તેને પરીક્ષા ફોર્મ ભરવા દેવાયું ન હતું.
4/5
ભાજપના પૂર્વ સીન્ડીકેટ મેમ્બર અને યુથ કોંગ્રેસના પૂર્વ સેનેટ મેમ્બરે ઓછી હાજરી હોવા છતાં લાગતાં વળગતાંને પરીક્ષા અપાવવા માટે યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સના પ્રોફેસરની કેબિનમાં ઘુસી તોડફોડ કરી અને પ્રોફેસરનું ગળું પકડી લાફો મારી દીધો હતો. તેમજ મહિલા પ્રોફેસર-કર્મચારીની હાજરીમાં અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી.
5/5
અમદાવાદ; ગુજરાત યુનિવર્સિટીમાં દિવસે ને દિવસે દાદાગીરી વધી રહી છે અને હાલના સીન્ડીકેટ તો ઠીક હવે તો યુનિવર્સિટીમાં પૂર્વ સીન્ડીકેટ મેમ્બર અને પૂર્વ સેનેટ મેમ્બરો પણ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હતાં તેવું જાણવા મળ્યું હતું.