Karishma Kapoor Birthday: 90ના દાયકામાં સુપરહિટ્સ ફિલ્મોનો વરસાદ કરનાર કરિશ્માનો આજે 48મો જન્મદિવસ, જાણો તેમના જીવનની રસપ્રદ વાતો
All About Karishma Kapoor: બોલીવુડમાં ખ્યાતનામ હોવા છતા કરિશ્માએ ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. આ સાથે તે એક રેડિયો જોકીની જેમ પણ કરિશ્મા કામ કરી ચુકી છે.
90ના દાયકામાં સુપર હિટ ફિલ્મોની લાઈન લગાવનારી અભિનેત્રી કરિશ્મા કપૂર(Karishma Kapoor)નો આજે 48મો જન્મ દિવસ છે. બોલિવુડના જાણીતા કપૂર ખાનદાન(Kapoor Family)માંથી હોવા છતા કરિશ્માએ ઈન્ડસ્ટ્રીમાં ઘણુ સાહસ ખેડ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરિશ્માએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેમના દાદાજી રાજ કપૂરે (Raj Kappor)તેમને કહ્યું હતું કે, ફિલ્મી દુનિયામાં ગ્લેમર તો છે પણ તે એટલું પણ સરળ નથી, તમારે તનતોડ મહેનત કરવી પડશે.
ઘણી અભિનેત્રીઓની જેમ કરિશ્મા કપૂર પણ ન્યૂમેરોલોજીમાં માને છે. આ જ કારણે કરિશ્માએ તેમના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યા છે. તેમણે નામમાંથી એચને હટાવી દીધો છે. કરિશ્મા કપૂર હેલ્થ અને હાઈજીનનું ખાસ ધ્યાન રાખે છે. તે ટેસ્ટી ખાવાની શોખીન છે. જેમાં તેમને નોર્થ ઈન્ડિયન ફુડ ખુબ જ ભાવે છે.
'લોલો' નામ રાખવા પાછળ રસપ્રદ કારણ છે
બધા જાણે છે કે કરિશ્માનું લાડકુ નામ 'લોલો' છે. કરિશ્મા કપૂરના માતા બબીતા કપૂરે હોલીવુડની અભિનેત્રી જીના લોલોબ્રિગિડાથી પ્રેરિત થઈને તેમને આ નામ આપ્યું હતું. જો કે તમને જણાવી દઈએ કે, લોલો નામ સ્વીટ ટ્રીટનું પણ છે બોલીવુડમાં ખ્યાતનામ હોવા છતા કરિશ્માએ ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. કરિશ્માએ ધ મિરેકલ્સ ઓફ ડેસ્ટિનીમાં મેઈન રોલ પ્લે કર્યો હતો. કરિશ્માએ એક રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે.
View this post on Instagram
કરિશ્મા કપૂર પ્રોજેક્ટ્સ
કરિશ્મા કપૂરના આવનારા પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, એક્ટ્રેસ ફિલ્મ બ્રાઉન (Brown)માં તેઓ ટૂંક સમયમાં જોવા મળશે. આ ક્રાઈમ ડ્રામાના ડાયરેક્ટર અભિનવ દેવ છે. કરિશ્માની અપકમિંગ ફિલ્મમાં તેમની સાથે જાણીતા એક્ટ્રેસ હેલેન પણ જોવા મળશે. વર્ષ 1991માં તેમણે ફિલ્મ પ્રેમ કેદીથી શરૂઆત કરી હતી. તેમણે 'હીરો નંબર 1', 'કુલી નંબર 1', 'રાજા હિન્દુસ્તાની', 'દિલ તો પાગલ હૈ' (Dil To Pagal Hai), 'જુબૈદા' જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.