ટિકીટ લઇને પુષ્પા-2 જોવા ગયેલા લોકોને બતાવી દેવાઇ Baby John, રાજસ્થાનના થિયેટરમાં ફેન્સનો હોબાળો
Pushpa 2 Fans Shocked: બૉક્સ ઓફિસ વર્લ્ડવાઈડ ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, આ ચોંકાવનારી ઘટના જયપુરના રાજ મંદિર સિનેમામાં બની હતી. જ્યાં પુષ્પા 2ના ચાહકો ગુસ્સે થયા હતા
Pushpa 2 Fans Shocked: અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી તે લોકપ્રિય છે. પુષ્પા 2 ના તોફાન સામે કોઈ ટકી શક્યું નથી. આ ફિલ્મની ખાસિયત છે. હવે વરુણ ધવનની બેબી જૉન ક્રિસમસના તહેવાર પ્રસંગે રિલીઝ થઈ છે પરંતુ તે પણ પુષ્પા 2 સામે ટકી શકી નથી. પ્રથમ દિવસે બેબી જૉન નાતાલની રજા મુજબ કલેક્શન કરવામાં સક્ષમ નથી દેખાઇ. હવે એક એવી ઘટના સામે આવી છે જેમાં પુષ્પા 2 ના ફેન્સને થિયેટર સંચાલકોએ બેબી જૉન બતાવી દીધી છે, આ કિસ્સા બાદ લોકોમાં જોરદાર ગુસ્સો છે અને થિયેટરમાં હંગામો કરી દીધો છે.
બૉક્સ ઓફિસ વર્લ્ડવાઈડ ડૉટ કૉમના રિપોર્ટ અનુસાર, આ ચોંકાવનારી ઘટના જયપુરના રાજ મંદિર સિનેમામાં બની હતી. જ્યાં પુષ્પા 2ના ચાહકો ગુસ્સે થયા હતા. ચાહકોનું કહેવું છે કે તેઓએ પુષ્પા 2 માટે ટિકિટ ખરીદી હતી અને જ્યારે થિયેરરમાં ફિલ્મ પુષ્પા 2 જોવા ગયા હતા, ત્યારે તેમને બળજબરીથી વરુણ ધવનની બેબી જૉન બતાવવામાં આવી હતી.
બતાવવામાં આવી બેબી જૉન
આ ઘટના 25 ડિસેમ્બરે સવારે 10:45 વાગ્યે પુષ્પા 2 ના શૉથી શરૂ થઈ હતી. અગાઉથી ટિકિટ બુક કરાવનારા ચાહકો જ્યારે થિયેટરમાં પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે ફિલ્મ કેન્સલ થઈ ગઈ છે. તેના બદલે બેબી જૉનને કોઈપણ જાતની સૂચના વિના બતાવવામાં આવી હતી. નિરાશ પ્રશંસકે કહ્યું કે ફિલ્મના શિડ્યૂલમાં ફેરફાર અંગે તેમને ના તો થિયેટરે કે ના તો બુક માય શૉએ તેમને જાણ કરી હતી.
ચાહકોએ કહ્યું- અમે એક મહિનાથી પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા હતા. હવે અમને સંપૂર્ણપણે એક અલગ અને બીજી જ ફિલ્મ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે. કોઈ સૂચના આપવામાં આવી ન હતી કે પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. જે બાદ કેટલાક ચાહકો ગુસ્સામાં બેબી જૉનને જોવા ગયા હતા જ્યારે કેટલાક લોકો સિનેમા હૉલમાંથી જ બહાર નીકળી ગયા હતા, અને હંગામો કરી કરવા લાગ્યા હતા.
બેબી જૉનની વાત કરીએ તો આ ફિલ્મમાં વરુણની સાથે કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચો