શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ડ્રગ્સ કેસ: NCBએ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન રદ કરવાની કરી માંગ
એનસીબીએ વિશેષ એનડીપીસી કોર્ટમાં જામીન રદ કરવાનો અનુરોધ કર્યો છે. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા એક નીચલી કોર્ટોના આદેશને રદ કરી એજન્સીને કસ્ટડીમાં તેમની પૂછપરછ કરવાની મંજૂરી આપવાની પણ માંગ કરી છે.
મુંબઈ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ મુંબઈમાં એક વિશેષ એનડીપીસી કોર્ટમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ડ્રગ કેસમાં જામીન રદ કરવાની માંગ કરી છે. ભારતી અને હર્ષના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેના બાદ 21 નવેમ્બરે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેને 15-15 હજાર રૂપિયા બોન્ડ ભરાવીને એક મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપી દીધાં હતા.
એનસીબીએ વિશેષ એનડીપીસી કોર્ટમાં જામીન રદ કરવાનો અનુરોધ કર્યો છે. તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા એક નીચલી કોર્ટના આદેશને રદ કરી એજન્સીને કસ્ટડીમાં તેમની પૂછપરછ કરવાની મંજૂરી આપવાની પણ માંગ કરી છે. કોર્ટે મંગળવારે દંપતીને નોટિસ પાઠવી છે અને આગામી અઠવાડિયામાં સુનાવણી થઈ શકે છે.
ઉલ્લેખીય છે કે, એનસીબીએ ભારતી સિંહના ઘરેથી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એનસીબીને ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેના બાદ બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion