Expired Food: એક્સપાયરી ડેટ બાદ ભૂલથી પણ ન ખાઓ આ ફૂડ, થાય છે આ ગંભીર નુકસાન
Health Tips: ઘણી વખત આપણે અજાણતા જ એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ યુઝ કરી લઇએ છીએ. પેકેટની અંદર ભરેલી ચિપ્સ હોય કે બીજું કંઈક, જો તમને પણ એક્સપાયરી ડેટ જોયા વિના જ તેને યુઝ કરો છો તો આ આદત આજે બદલી નાખો.
Expired Food Precautions: ઘણી વખત આપણે અજાણતા જ એક્સપાયર્ડ પ્રોડક્ટ્સ યુઝ કરી લઇએ છીએ. પેકેટની અંદર ભરેલી ચિપ્સ હોય કે બીજું કંઈક, જો તમને પણ એક્સપાયરી ડેટ જોયા વિના જ તેને યુઝ કરો છો તો આ આદત આજે બદલી નાખો.
ઘણી વખત ઘરના ફ્રિજ અથવા રસોડામાં કોઈ વસ્તુ લાંબા સમય સુધી પડી રહે છે. તે આપણને દેખાતી નથી. પરંતુ જ્યારે તેનું ધ્યાન આવે છે, ત્યારે અમે તેને ઉપાડીએ છીએ અને તેને ખાવાનું શરૂ કરીએ છીએ. ન તો તેની એક્સપાયરી ડેટ તપાસીએ છીએ કે ન તો અન્ય કોઇ નોંધ વાંચીએ છીએ. એક્સપાયરી ડેટવાળુ ફૂડ ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
ફૂડ પોઇઝિંગનો ખતરો
જો તમે બે-ત્રણ દિવસ પછી ઘરે બનાવેલો ખોરાક ખાશો તો તે ઝેર જેવું કામ કરે છે. ઉનાળામાં, તમે સવારનો ખોરાક ફક્ત બપોર સુધી જ ખાઈ શકો છો. જો તેમે વધુ સમય રાંધીને રાખો ખોરાક ખાશો તો ફૂડ પોઈઝનિંગના શિકાર બની શકો છો. એ જ રીતે જૂનો અને એક્સપાયર થયેલો ખોરાક ખતરનાક છે. ઈંડા, માંસ, શાકભાજી અને ફળોના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગનું જોખમ પણ રહેલું છે. આમાં તમને તાવ, ઉબકા, ઉલટી, કંપન, ઝાડા, પેટમાં દુખાવો સહિતની ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જો તમે ઘરે કંઈપણ ફૂડ સ્ટોર કરો છો તો તેને એક્સપાયરી ડેટ જોયા વિના યુઝ ન કરશો.
એક્સપાયર થઇ ગયેલા ફૂડમાં હોય છે બેક્ટેરિયા
જ્યારે પણ તમે કોઈપણ ફૂડ પ્રોડક્ટ ખરીદો છો તો તેના પેકેટ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. આ તારીખ જોયા પછી, તે ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.. આ ઉત્પાદનોમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે તે જ તારીખ સુધી ખોરાકને સાચવી શકે છે. એક્સપાયરી ડેટ બાદ ખોરાકમાં બેક્ટેરિયા હોઈ શકે છે. જે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
પોષક તત્વો નષ્ટ થઇ જાય છે
વાસી ખોરાક ટાળવા અને તાજો ખોરાક ખાવાને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવે છે. ડૉક્ટરો પણ આપણને તાજો ખોરાક જ ખાવાની સલાહ આપે છે. તેનું કારણ એ છે કે તે ખોરાકમાં રહેલા પોષક તત્વો આપણે મેળવી શકીએ છીએ. જો તમે એક્સપાયર થયેલો ખોરાક ખાશો તો તેના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થવા લાગે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.