Health Tips: શિયાળામાં પિરિયડ પેઇન વધી જાય છે, આ એક ઉપાય અજમાવી જુઓ, મળશે રાહત
શિયાળામાં પિરિયડ પેઇન વધી જાય છે. કેટલીક એવી ટિપ્સ છે,. જેનાથી આ દુખાવાથી રાહત મેળવી શકાય છે.
Health tips:શિયાળામાં પિરિયડ પેઇન વધી જાય છે. કેટલીક એવી ટિપ્સ છે,. જેનાથી આ દુખાવાથી રાહત મેળવી શકાય છે. આ ઘરેલું ઉપાયો અપનાવીને તમે પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવી શકો છો
પીરિયડ્સના દિવસો ખાસ કરીને શિયાળામાં મહિલાઓ માટે ખૂબ જ પરેશાનીપૂર્ણ હોય છે. ઠંડીની ઋતુમાં પીરિયડ્સનો દુખાવો ભંયકર રીતે વધી જાય છે. ક્યારેક આ દુખાવો એટલો વધી જાય છે કે, તેના કારણે મહિલાઓને પેઈન કિલર પણ ખાવી પડે છે. પરંતુ, અમે આપને જણાવી દઈએ કે લાંબા સમય સુધી પેઈન કિલર ખાવું સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી. તો શું કરવું? આજે અમે આપને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.જેને અપનાવીને તમે શિયાળામાં પિરિયડ પેઇનથી રાહત મેળવી શકશો. આ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને આપ પીરિયડ્સના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
શરીરને ગર્મ રાખો
માસિક સ્રાવ દરમિયાન, શિયાળામાં પેટનાના નીચેના ભાગમાં શેક કરો. આ માટે હોટ વોટર બેગનો ઉપયોગ કરો. આ સાથે વધુ ને વધુ ગરમ વસ્ત્રો પહેરવા. થોડો સમય તડકામાં બેસવાથી પણ રાહત મળે છે. શરીરને કુદરતી રીતે ગરમ રાખવાનો પ્રયાસ કરો.
ગરમ વસ્તુઓ ખાઓ
શિયાળામાં, વધુને વધુ આરોગ્યપ્રદ અને ગરમ વસ્તુઓ ખાઓ. આપ પિરિયડ દરમિયાન ગોળ અને ગુંદરની બનેલી વસ્તુઓનું સેવન કરી શકો છો. સ્વસ્થ રહેવાની સાથે તે શરીરને અંદરથી ગરમ કરવામાં પણ મદદ કરે છે. તેની સાથે ઉકાળો અથવા ચા અને કોફીનું પણ સેવન કરો. તેનાથી તમને પીરિયડ્સના દુખાવામાં રાહત મળશે.
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો
શિયાળામાં, લોકો પાણી ઓછું પીવે છે. માસિક સ્રાવ દરમિયાન ઓછામાં ઓછું 2 થી 3 લિટર પાણી પીવાની આદત પાડો. તે શરીરને હાઇડ્રેટ રાખીને પીરિયડ્સના દુખાવાને ઘટાડવામાં પણ મદદ કરે છે.
વોકિંગ કરો
ઘણી સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન આખો દિવસ આરામ કરવાનું પસંદ કરે છે. આના કારણે માંસપેશીઓમાં જકડાઈ આવે છે, જેના કારણે પીરિયડ્સમાં દુખાવો વધુ વધે છે. બને તેટલું ચાલવાનો પ્રયત્ન કરો. તેનાથી પણ પિરિયડમાં દુખાવો ઓછો થશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )