Gujarat AAP: ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રવક્તાઓની કરાઈ નિમણુંક, જાણો પાયલ સાકરિયા સહિત કોને કોને મળ્યું સ્થાન
Gujarat Polities: 2024 લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ રહી છે.
Gujarat Politics: 2024 લોકસભા ચૂંટણી નજીક આવવાની સાથે જે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ રહી છે. પાર્ટી દ્વારા પ્રદેશ પ્રવકતાની નિમણુંક કરવામાં આવી છે. કુલ 14 લોકોની પ્રવક્તા તરીકે વરણી કરવામાં આવી છે.
આપના પ્રવકતાઓનું લિસ્ટ
આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ પ્રવક્તાઓની કરાઈ નિમણુંક
- યોગેશ જાદવાણી
- ડૉ. કરણ બારોટ
- વિક્રમ દવે
- પાયલ સાકરીયા
- પુનિત જુણેજા
- હિમાંશુ ઠક્કર
- રીતુ બંસલ
- ઉર્વીશી મિશ્રા
- નિખીલ સાવાણી
- શિવલાલ બારસીયા
- રાહુલ ભુવા
- શિતલ ઉપાધ્યાય
- નીતિન બારોટ
- કિંજલ પટેલ
આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં પડ્યું હતું ભંગાણ
ગત વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોરથી આપના ઉમેદવાર તરીકે ઊભા રહેનાર ઉદયસિંહ ચૌહાણ તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા. પ્રિલ મહિનામાં જ છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણી પહેલા સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ તમામ આગેવાનો ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નેતૃત્વમાં આ તમામ આગેવાન પ્રદેશ ભાજપમાં જોડાયા હતા. ભાજપનાં મહામંત્રી રજની પટેલ હસ્તે સહકારી ક્ષેત્રના આગેવાનો કેસરિયા કર્યા હતા.
'આપ' ગુજરાતના પ્રદેશ પ્રવકતા તરીકે નિમણુંક થવા બદલ સૌ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/63gPvAlUy1
— AAP Gujarat (@AAPGujarat) June 9, 2023
આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું હતુ. છ કોર્પોરેટર આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. સુરતના ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ પહેલા AAPના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને બાદમાં વધુ 6 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. નિરાલી પટેલ અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા ભાજપમાં જોડાયા હતા. તો AAPના કોર્પોરેટર કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, જ્યોતિ લાઠિયાસ પણ ભાજપમાં સામેલ થયા હતા. તમામ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે AAPમાં તેઓ ત્રાહિમામ પોકાર્યા હતા..હવે તેઓ ભાજપમાં જોડાઈ વિકાસની રાજનીતિને અપનાવવા માગે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપને કેટલી સીટ મળી
ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત રાજ્યમાં ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો જીત્યા હતા. આપના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયાની હાર થઈ હતી.