શોધખોળ કરો
Advertisement
આજે CM વિજય રૂપાણીએ દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને આપી લીલીઝંડી, જાણો કેટલું હશે ભાડું
આ ટ્રેન ગુરૂવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેન કુલ છ સ્ટેશન પર ઉભી રહેશે.
અમદાવાદ: દેશની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ એક્સપ્રેસ’ને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી લીલીઝંડી આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ-મુંબઈ વચ્ચેની દોડનારી ટ્રેનને કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પરથી લીલીઝંડી આપી હતી. આ ટ્રેન ગુરૂવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેનનું સંચાલન IRCTC તરફથી જ કરવામાં આવશે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે આ ટ્રેન કુલ છ સ્ટેશન પર ઉભી રહેશે.
અમદાવાદથી પ્રસ્થાન કરતી વખતે ટ્રેન નંબર 82902 રહેશે. મુંબઈથી પરત આવતા ટ્રેનનો રૂટ નંબર 82901 હશે. ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ પ્રસ્થાન કરીને બપોરે 1 વાગીને 10 મીનિટ પર મુંબઈ પહોંચશે. મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન (નંબર 82901) બપોરે 15:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 21:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ દોડશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી ખાતે રોકાશે.
અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂપિયા 2,384 છે. જેમાં બેઝ ફેર રૂપિયા 1,875, જીએસટી રૂપિયા 94 અને કેટરિંગ ચાર્જ રૂપિયા 405 લેવામાં આવશે. એસી ચેર કારનું ભાડું 1,289 રૂપિયા હશે જેમાં બેઝ ફેર 830 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂપિયા 2,374 છે, જેમાં રૂપિયા 1,875 બેઝ ફેર, રૂપિયા 99નો જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા છે. જ્યારે એસી ચેર કારનું ભાડું 1274 રૂપિયા છે, જેમાં બેઝ ફેર તરીકે 870 રૂપિયા, 44 રૂ. જીએસટી અને કેટરિંગ ચાર્જ રૂ. 360નો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement