Ahmedabad: SVP હોસ્પિટલના ડોક્ટરોએ કરી રેર ઓફ ધ રેર સર્જરી, મહિલાના પેટમાંથી કાઢી 5 કિલોની ગાંઠ
અમદાવાદ: શહેરની SVP હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યલ સારવાર મળતી ન હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. SVP હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.
અમદાવાદ: શહેરની SVP હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યલ સારવાર મળતી ન હોવાના વિપક્ષના આક્ષેપ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. SVP હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. 55 વર્ષની મહિલાના પેટમાંથી પાંચ કિલોની ગાંઠ કાઢવા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. એસવીપીના ડોક્ટરો દ્વારા 25×25×28ની સાઈઝની ગાંઠ કાઢવામાં આવી છે. હિસ્ટેકટોમી સર્જરી દ્વારા આ ગાંઠ કાઢવામાં આવી હોવાની વાત સામે આવી છે.
કોંગ્રેસના કાઉન્સિલરનો આક્ષેપ
તો બીજી તરફ આજે SVP હોસ્પિટલમાં મલ્ટી સ્પેશ્યલ સારવાર મળતી ન હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જુનિયર તબીબો દ્વારા સારવાર કરાતી હોવાના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, યોગ્ય સારવાર ન મળતી હોવાથી અનેક કેસમાં દર્દીનું મોત થતું હોવાની ફરિયાદ મળી છે. SVP હોસ્પિટલ પ્રશાસન યોગ્ય સારવાર કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે.
એનજીયોગ્રાફીના દરમાં નોંધપાત્ર ઘટાડો
AMC સંચાલિત SVP હોસ્પિટલમાં એનજીયોગ્રાફીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. METની બેઠકમાં એન્જીયોગ્રાફીના દર અંગે નિર્ણય લેવાયો છે. હવેથી જનરલ વોર્ડમાં એન્જીયોગ્રાફી માત્ર 8000 રૂપિયામાં કરવામાં આવશે. અગાઉ જનરલ વોર્ડના દર્દીઓની એન્જીયોગ્રાફી 19000 ના દરે કરવામાં આવતી હતી. સેમી સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી 16000 ના દરે કરવામાં આવશે.આ અગાઉ સેમી સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી 38900 ના દરે કરવામાં આવતી હતી. સ્પેશ્યલ વોર્ડમાં દર્દીઓની એન્જીયોગ્રાફી 24000 ના દરે કરવામાં આવશે. જે પહેલા સ્પેશ્યલ વોર્ડના દર્દીઓ માટે એન્જીયોગ્રાફી 55350 ના દરે કરવામાં આવતી હતી. સરેરાશ 57 થી 59 ટકાનો ઘટાડો કરવાનો AMCએ નિર્ણય લીધો છે.
મંજૂરી વગર વિરોધ કરી રહેલા આરોગ્યકર્મીઓની અટકાયત
ગાંધીનગરઃ પ્રધાનમંત્રીનો પ્રવાસ શરૂ થાય તે પહેલા ગાંધીનગરમાં ચાલતા આંદોલનો સમેટવા રાજ્ય સરકાર સક્રિય થઈ છે. ત્રણથી વધુ આંદોલનોના સમાધાનબાદ સત્યાગ્રહ છાવણી ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પરમીશન ન હોવા છતા આરોગ્ય કર્મીઓ એકઠા થયા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયેલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આરોગ્ય કર્મચારી કે અન્ય કર્મચારીઓને આંદોલન કારીઓને રેલી કે ધરણા માટે મંજુરી આપવામાં આવી નથી. આંદોલન કારી કર્મચારીઓને ધરણા કે રેલીમાં માટે એકત્ર થવુ નહી. કોઈ કર્મચારી ધરણા કે રેલી કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ ડીયએસપી-ગાંઘીનગર એમ.કે રાણાએ જણાવ્યું હતું.
આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન લેશે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા સરકાર પગલાંઓ લેશે. આંદોલન કરતા કર્મચારી ઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરાશે. ૮ ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. ગઈ કાલે સરકારે આંદોલન સમેટી લેવા રજુઆત કરાય હતી.