(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: ગુજરાત સરકાર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે થયા 5210 કરોડ રુપિયાના MOU
અમદાવાદ: ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ, ડાયમંડ, ઇન્ડસ્ટ્રિયલ, ઓટોમોબાઈલ-દરેક ક્ષેત્રમાં સાર્વત્રિક વિકાસ થયો છે. ગુજરાત એક પોલિસી ડ્રિવન સ્ટેટ છે અને સૌથી સારી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ગુજરાતમાં છે.
અમદાવાદ: આજે ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪'નો અમદાવાદમાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટેનું 'કી-ફેક્ટર' છે જે દેશના અમૃતકાળમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ મહત્વના ઇન્સ્ટ્રુમેન્ટ છે. સેક્ટર સ્પેસિફિક પોલીસીસ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના એપ્રોચ દ્વારા આ વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર દર્શાવ્યો હતો.
ASSOCHAM દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્કલેવ-૨૦૨૪નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટરના યોગદાનની તકોનું સર્જન અને મહત્વપૂર્ણ વિચાર મંથન આ કોન્કલેવમાં થશે.
કેમિકલ વેસ્ટનો સંપૂર્ણ નાશ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તે અંગેનો પરામર્શ અને સામુહિક ચિંતન-મંથન આ કોન્ક્લેવમાં થાય તેની આવશ્યકતા સમજાવી હતી. કેમિકલ વેસ્ટ જ્યાં ત્યાં ન છોડતા પર્યાવરણની જાળવણી સાથે દરેક ઉદ્યોગ આગળ વધે તે જરૂરી છે તેમ તેમણે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યું કે, પર્યાવરણ જાળવણીના પ્રયાસોમાં રાજ્ય સરકાર ઉદ્યોગોની પડખે જરૂર જણાયે ઊભી રહેશે.દેશની આઝાદીનો અમૃતકાળ ભારતના વિકાસનો સુવર્ણકાળ છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ, ડાયમંડ, ઇન્ડસ્ટ્રિયલ, ઓટોમોબાઈલ-દરેક ક્ષેત્રમાં સાર્વત્રિક વિકાસ થયો છે. ગુજરાત એક પોલિસી ડ્રિવન સ્ટેટ છે અને સૌથી સારી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ગુજરાતમાં છે. અહીં ઉદ્યોગો માટે શ્રેષ્ઠ તકો તો ઉપલબ્ધ છે, સાથોસાથ રોકાણ માટે પણ ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભૂગર્ભ જળનો ઉપયોગ અને રિચાર્જ, સોલિડ વેસ્ટનો નિકાલ અને રિસાઇકલિંગ સહિત સૌર ઊર્જા, પવન ઊર્જા જેવા પુન:પ્રાપ્ય ઊર્જા સ્રોતો તેમજ ડિજિટલ ક્રાંતિ સહિતનું આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે 'કેમ એનાલિસ્ટ' દ્વારા પ્રકાશિત પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
આ કોન્કલેવ દરમિયાન ગુજરાત સરકાર અને રાજ્યના અગ્રણી રસાયણ ઉદ્યોગગૃહ લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ અને કિરી ઇન્ડસ્ટ્રીઝ સાથે કુલ રૂ. ૫૨૧૦ કરોડના બે MOU સંપન્ન થયા હતા. કિરી ઇન્ડસ્ટ્રીઝે રૂ. 4500 કરોડના અને લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૭૧૦ કરોડના ઇન્ટેન્શન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આ એમઓયુમાં દાખવ્યા છે. ‘બિલ્ડિંગ અ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી ફોર અ વિકસિત ભારત@૨૦૪૭’ વિષય પર આયોજિત આ એક દિવસીય કાર્યક્રમમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રના વિકાસ અને નિકાસ માટે રહેલી વૈશ્વિક સંભાવનાઓ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તેમજ ટકાઉ વિકાસ સહિતના વિવિધ વિષયો પર તજ્જ્ઞો દ્વારા ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો...