Lok Sabha Election: ચૂંટણી કામગારીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી, પોલીસ પકડવા પહોંચી
ગુજરાતમાં ચૂંટણીની કામગીરી શરૂ થઇ ગઇ છે, ચૂંટણી અધિકારી તરફથી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યાં છે
![Lok Sabha Election: ચૂંટણી કામગારીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી, પોલીસ પકડવા પહોંચી Lok Sabha Election 2024: Police reached and arrested to Chenpur Village Primary Teachers, election controversy news Lok Sabha Election: ચૂંટણી કામગારીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી, પોલીસ પકડવા પહોંચી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/dea301ae0333ce3a4597f9c64c3ace17171195730141377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election 2024: ગુજરાતમાં ચૂંટણીની કામગીરી શરૂ થઇ ગઇ છે, ચૂંટણી અધિકારી તરફથી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં, શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ના જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
ચૂંટણી કામગીરીને લઇને અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ચેનપુરમાંથી એક શિક્ષિકાએ ચૂંટણી કામગીરીને લઇને મોટી કાર્યવાહી કરાઇ છે, ચૂંટણીના કામમાં ના જોડાતા શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે, અટકાયત કર્યા બાદ પોલીસ મહિલા શિક્ષિકા હિનલ પ્રજાપતિને મામલતદાર કચેરી લઇ ગઇ હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની પોલીસે અટકાયત કરી છે. જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન જોડાતા હુકમ થયો હતો. ચૂંટણીની કામગીરી પરિપત્ર મુજબ આપવાની શિક્ષિકા તરફથી માગ કરાઈ હતી.
અમદાવાદની ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પકડવા આજે પોલીસ તેના ઘરે પહોંચી હતી. મામલતદારના હૂકમના આધારે શિક્ષિકાની ધરપકડ કરવા પોલીસ પહોંચી હતી. આ શિક્ષિકા પોતાની જવાબદારી બાદ BLOની કામગીરીમાં ન હતી જોડાઇ. શિક્ષિકાને દુરના સ્થળે કામગીરી સોંપાતા તેને ચૂંટણી કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલા શિક્ષિકાની માંગને લઇને હવે વિવાદ થયો છે. પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)