Republic Day 2024: પ્રજાસત્તાક દિવસે ધોરડોના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ, ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવા અહીં આપો વોટ
Republic Day 2024: 26મી જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા.
Republic Day 2024: 26મી જાન્યુઆરી 2024ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થયું હતું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા. તો બીજી તરફ ગુજરાતના ટેબ્લો ધોરડોએ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું વોટિંગ કરીને વિજેતા બનાવી શકો છો.
#WATCH | The tableau of Gujarat takes part in the #RepublicDay2024 parade.
Theme of the tableau is 'Dhordo: Global Icon of Gujarat's Tourism Development'. pic.twitter.com/eGdywc9jYT— ANI (@ANI) January 26, 2024
ગુજરાતની ઝાંખીને મત આવવા અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :
• https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
• નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
• આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.
જો SMSથી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો :
SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899
વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો.
નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાતની ઝાંખીની ચારે તરફ ચર્ચામાં થઈ રહી છે. ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર ઝાંખી રજુ કરવામાં આવી હતી.ધોરડોના ''ભૂંગા'' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા સહિત ઝાંખીના મુખ્ય આકર્ષણો જોવા મળ્યા.આ ઉપરાંત રોગાન કલા, ''રણ ઉત્સવ'', ટેન્ટ સિટી, ગરબા ઝાંખીના આકર્ષણો સૌનું ધ્યાન ખેંચ્યું. ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યની ઝાંખી રજુ થઈ.
United Nations World Tourism Organization (UNWTO) oll Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને 'વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો "ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવ્યું.
આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૯ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થયું.અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને "ભુંગા" તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાન કલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે. પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે. જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.