Budget 2024: વચગાળાના બજેટમાં નાણા મંત્રીની મોટી જાહેરાત, ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહી
Budget 2024: નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન મોટી જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Interim Budget | "I propose to retain the same tax rates for direct and indirect taxes including import duties," says FM.#Budget2024 pic.twitter.com/EseKRQblWQ
— ANI (@ANI) February 1, 2024
ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
દરેક બજેટ દરમિયાન આવકવેરામાં છૂટને લઈને અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવે છે, આ વખતે પણ લોકોને આશા હતી, પરંતુ સરકારે વચગાળાના બજેટમાં તેમાં કોઈ ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો છે. એટલે કે કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી, આ વખતે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં આવકવેરા ભરનારાઓને કોઈ રાહત આપવામાં આવી નથી. 7 લાખ સુધીની આવક પર ટેક્સ લાગતો નથી. આવકવેરો ભરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. રિફંડ પણ ઝડપથી જાહેર કરવામાં આવે છે. GST કલેક્શન બમણું થયું છે. GST સાથે પરોક્ષ કર પ્રણાલીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નિર્મલા સીતારમને ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય તેવું કહેવાની સાથે જ કહ્યું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે સોવરિન ફંડ્સ માટે ટેક્સ મુક્તિમાં વધારો કરવામાં આવ્યો છે. માર્ચ 2025 સુધી સોવરિન ફંડ્સ પર ટેક્સ મુક્તિ વધારવામાં આવી છે. આ સાથે સ્ટાર્ટઅપ માટે ટેક્સ છૂટનો દાયરો વધારવામાં આવ્યો છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. નવી ટેક્સ સ્કીમ જે લાગુ કરવામાં આવી છે તેમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી. કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફોર્મ 26AS સાથે ટેક્સ ભરવાનું સરળ બન્યું છે. 2013-14માં 93 દિવસના બદલે હવે 10 દિવસમાં રિફંડ આપવામાં આવી રહ્યું છે.
2024-25માં કુલ ખર્ચ 47.66 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. રાજકોષીય ખાધ જીડીપીના 5.1 ટકા હોવાનો અંદાજ છે, જે આગામી વર્ષમાં 4.5 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવશે. એફડીઆઈ પર ભાર મૂકવામાં આવશે એટલે કે પહેલા ભારતનો વિકાસ કરો જેથી વિકાસ પહેલા ભારતમાં આવે. રાજ્યોની સુધારા યોજનાઓ માટે 75 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ 50 વર્ષ માટે વ્યાજમુક્ત લોન હશે. આગામી 25 વર્ષ આપણા માટે ફરજનો સમયગાળો છે.
ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે
નિર્મલા સીતારમણે કહ્યું કે જે રીતે દેશ આર્થિક સુધારા સાથે મોદી સરકારમાં આગળ વધી રહ્યો છે, અમે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. અમે પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદીને પૂરો વિશ્વાસ છે કે ગરીબ, મહિલાઓ, ગરીબ ખેડૂતોનો વિકાસ અને પ્રગતિ એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અમે તેમને સશક્ત કરવામાં માનીએ છીએ અને આ દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ગરીબોનું કલ્યાણ, દેશનું કલ્યાણ. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.