શોધખોળ કરો

Income Tax Rule: આવતીકાલથી આવકવેરાના નિયમોમાં થશે આ મોટા ફેરફારો, જાણો કોના પર વધશે કરનો બોજ!

વર્ષ 2022-23 થી ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30% કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે જે લાગુ છે.

New Income Tax Rule: જુલાઈ મહિનો આવતાની સાથે જ આવકવેરાના ઘણા નવા નિયમો એક સાથે લાગુ થવા જઈ રહ્યા છે, જેની અસર કરદાતાઓ પર પડશે અને આવનારા સમયમાં વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે. 1 જુલાઈ, 2022 થી અમલમાં આવનારા આવકવેરા સંબંધિત ત્રણ નિયમો નીચે મુજબ છે.

ક્રિપ્ટોકરન્સી પર TDS

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDAs) એટલે કે ક્રિપ્ટોકરન્સી અને નોન ફંગિબલ ટોકન્સ (NFTs)ના ટ્રાન્સફર પર કરવામાં આવેલી ચૂકવણી પર 1 ટકા TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) લાદવાની જાહેરાત કરી હતી. રૂ. 10,000થી વધુના વ્યવહારો પર 1% TDS લાગશે, જે શુક્રવાર, 1 જુલાઈ, 2022થી લાગુ થશે. જો ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરતી વખતે ખરીદનાર પાસે PAN ન હોય તો 20 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે. અને જો ખરીદદારે આવકવેરા રિટર્ન ભર્યું ન હોય, તો 5 ટકાના દરે TDS ચૂકવવો પડશે.

1 જુલાઈ, 2022 થી, તમામ ક્રિપ્ટો વ્યવહારો પર TDS ચૂકવવો પડશે, પછી ભલે તે નફા અથવા નુકસાન માટે વેચવામાં આવે. વર્ષ 2022-23 થી ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30% કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે જે લાગુ છે. તમને જણાવી દઈએ કે જે રોકાણકારો નફા માટે ક્રિપ્ટોકરન્સી વેચતા નથી તેમને પણ ટેક્સ ચૂકવવો પડશે. આવા ક્રિપ્ટોમાં રોકાણ કરનારા રોકાણકારોએ એક ટકા TDS ચૂકવવો પડશે જેથી કરીને સરકાર ક્રિપ્ટોકરન્સીમાં વ્યવહાર કરનારાઓનું ચોક્કસ ઠેકાણું શોધી શકે.

સોશિયલ મીડિયા Influencers અને ડોકટરો માટે નવો TDS નિયમ

1 જુલાઈ, 2022થી ડોક્ટરો અને સોશિયલ મીડિયા Influencers એ 10 ટકા TDS ચૂકવવો પડશે. વેચાણને પ્રોત્સાહન આપવા માટે કંપની પાસેથી લાભ મેળવનારા ડૉક્ટરો અને સોશિયલ મીડિયા પ્રભાવકોએ 10 ટકા TDS ચૂકવવો પડશે. CBDT અનુસાર, 20,000 રૂપિયાથી વધુની કોમોડિટીના સ્વરૂપમાં કોઈ નફો અથવા લાભ પ્રાપ્ત કરવા પર, આ લાભ આપનાર વ્યક્તિએ તેને બાદ કર્યા પછી 10 TDS ચૂકવવા પડશે. જો લાભની કિંમત 20,000 રૂપિયાથી ઓછી હોય, તો કોઈ TDS ચૂકવવાની જરૂર રહેશે નહીં.

આધાર-PAN લિંક પર ડબલ પેનલ્ટી

1 જુલાઈ, 2022થી પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ડબલ પેનલ્ટી ચૂકવવી પડશે. વાસ્તવમાં, 1 એપ્રિલ, 2022 થી, આધારને PAN નંબર સાથે લિંક કરવા માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડતો હતો. પરંતુ CBDTના આદેશ અનુસાર, જો તમે 30 જૂન 2022 સુધીમાં લિંક નહીં કરો તો તમારે 1 જુલાઈથી 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. CBDTએ કહ્યું છે કે કરદાતાઓને અસુવિધા ન થાય તે માટે, તેમને આ સુવિધા આપવામાં આવી રહી છે કે તેઓ 31 માર્ચ, 2023 સુધીમાં આધારને PAN સાથે લિંક કરી શકે છે. જોકે, દંડ ભરવો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget