(Source: ECI/ABP News/ABP Majha)
Motisons Jewellers IPO Listing: Motisons Jewellersના રોકાણકારોને લાગી લોટરી, આ બે IPOના રોકાણકારોને થયું નુકસાન
આ IPOએ શેરબજારમાં એન્ટ્રીની સાથે જ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા.
Motisons Jewellers IPO Listing: IPO લિસ્ટિંગની દ્રષ્ટિએ મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. ઘણી કંપનીઓના શેર શેરબજારમાં લિસ્ટેડ છે. તેમાં મોતીસન્સ જ્વેલર્સના IPOનું લિસ્ટિંગ પણ સામેલ છે. આ IPOએ શેરબજારમાં એન્ટ્રીની સાથે જ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોના રૂપિયા ડબલ થઇ ગયા હતા. શેર NSE પર 98.18 ટકાના પ્રીમિયમ પર રૂ. 109 પર લિસ્ટેડ છે. જ્યારે શેર બીએસઈ પર 103.90 રૂપિયા પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા છે.
Congratulations Motisons Jewellers Limited on getting listed on NSE today at our Exchange @NSEIndia. Motisons Jewellers Limited , sells gold, diamond and kundan jewellery as well as other jewellery products. The Public issue price was of INR 151.09 Cr#NSEIndia #listing #IPO… pic.twitter.com/bgOq8Suxn1
— NSE India (@NSEIndia) December 26, 2023
નિષ્ણાતોને મજબૂત લિસ્ટિંગની અપેક્ષા હતી
નિષ્ણાતોએ અપેક્ષા રાખી હતી કે Motisons Jewellers IPOનું લિસ્ટિંગ શેર દીઠ રૂ. 115 થી રૂ. 125 વચ્ચે હોઇ શકે છે. એવી ધારણા હતી કે શેરનું લિસ્ટિંગ 135 ટકાના પ્રીમિયમ પર થશે. આ સંદર્ભમાં લિસ્ટિંગ અપેક્ષા કરતાં ઓછું હતું પરંતુ રોકાણકારોને હજુ પણ મોટો નફો મળ્યો હતો.
રોકાણકારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો
આ IPOને તમામ કેટેગરીમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં IPO 135.01 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. NII કેટેગરીના રોકાણકારોએ સૌથી વધુ 311.99 ગણો IPO સબસ્ક્રાઇબ કર્યો હતો. રિટેલ કેટેગરી કુલ 135.60 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. આ રીતે IPOનું એકંદર સબસ્ક્રિપ્શન 173.23 ગણું હતું. આ IPO 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી રોકાણકારો માટે ખુલ્લો હતો. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 52 થી 55 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી હતી. આ IPOમાં રોકાણકારો એક સમયે કુલ 250 શેર ખરીદી શકે છે.
મુથૂટ માઇક્રોફિન અને સૂરજ એસ્ટેટ ડેવલપર્સના રોકાણકારોને થયું નુકસાન
બીજી તરફ મુથૂટ માઇક્રોફિન અને સૂરજ એસ્ટેટ ડેવલપર્સના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને નુકસાન થયું છે. આ બંન્ને કંપનીના આઇપીઓ માઇનસમાં લિસ્ટ થયા હતા. મુથૂટ માઈક્રોફિનનો IPO મંગળવારે તેની ઈશ્યૂ કિંમતમાં લગભગ 5 ટકા ઘટાડા સાથે લિસ્ટ થયો હતો. આ સિવાય સૂરજ એસ્ટેટ ડેવલપર્સના IPOથી પણ રોકાણકારોને ફાયદો થયો નથી. આ કંપનીનો આઇપીઓ 340 પર લિસ્ટેડ થયો છે જે તેની ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 6 ટકા ઓછી છે.
મુથૂટ માઇક્રોફિન કંપનીનો આઇપીઓ તેની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં ઘટાડા સાથે લિસ્ટ થયો છે. કંપનીએ શેર દીઠ 291 રૂપિયા ઇશ્યૂની કિંમત રાખી હતી. પરંતુ તે NSE પર 4.56 ટકાના ઘટાડા સાથે 275.30 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થયા હતા. આ શેર BSE પર 4.47 ટકાના ઘટાડા સાથે 278 રૂપિયા પ્રતિ શેર લિસ્ટ થયો હતો.
સૂરજ એસ્ટેટના IPOનું લિસ્ટિંગ પણ અપેક્ષાઓ વિરુદ્ધ થયું હતું. કંપનીએ ઈશ્યુની કિંમત 360 રૂપિયા રાખી હતી. પરંતુ તે NSE પર શેર દીઠ 340 રૂપિયાના ભાવે લિસ્ટેડ હતા. કંપનીના શેર લગભગ 4.5 ટકાના ઘટાડા સાથે BSE પર 343.80 રૂપિયામાં લિસ્ટ થયા હતા. જેના કારણે રોકાણકારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.